Abtak Media Google News

વિવેકાનંદના જન્મથી અંતિમ વાસ સુધીના વિવિધ પ્રસંગોને રજૂ કરતુ આકર્ષક પ્રદર્શન: ડી.કે. વાડોદરીયા

અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા, આધુનિક ભારતના ઘડવૈયા અને યુવાનોના પથદર્શક એટલે સ્વામી વિવેકાનંદ ! આજે જયારે સમગ્ર ભારત સ્વામી વિવેકાનંદના શિકાગો ખાતે વિશ્ર્વધર્મ પરિષદમાં ભારતના પ્રતિનિધિત્વ કર્યાને ૧૨૫માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે. સ્વામી વિવેકાનંદના વિચારોને આપણે આપણા હૃદયમાં પુન:જીવિત કરી સ્વામી વિવેકાનંદની દ્રષ્ટીએ ભારતને જોવાનો પ્રયત્ન કરીએ.

આધુનિક વિશ્વમાં જોડાઈને ભારતના પ્રાચીન મૂલ્યોને જાળવી રાખવા માટે પંચશીલ સ્કુલ અખંડ ભારતનાયુગ પુ‚ષ એવા સ્વામી વિવેકાનંદના જીવનનાં પ્રેરક પ્રસંગોની પુષ્પ માળા સ્વામી વિવેકાનંદ જીવન દર્શન સ્વરૂપે તેમના જીવન ચરિત્રની ઝાંખી કરાવતું ભવ્ય અને દિવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. જેને લઈ આયોજકોએ અબત્ની મુલાકાત લીધી હતી.

પી.ડી.એમ. કોલેજ કેમ્પસ, ગોંડલ રોડ ખશતે આવેલ રાજકોટની પ્રખ્યાત પંચશીલ સ્કુલમાં આગામી તા.૧ થી ૩ માર્ચ એમ ત્રણ દિવસ સ્વામી વિવેકાનંદની વિચારધારા, સાદગી, જીવનની સરળતા જુદા જુદા સ્વરૂપે રજૂ કરી તેમના વિચારો તથા આધ્યાત્મિક મૂલ્યોનું વિદ્યાર્થીઓના માનસ પટ્ટ પર સિંચન થાય તેવા હેતુથી સ્વામિ વિવેકાનંદ જીવન દર્શન ‚પી અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે.

સ્વામી વિવેકાનંદ જીવન દર્શન ‚પી આ પ્રદર્શનમાં વિવેકાનંદના જન્મથી અંતિમ વાસ સુધીના જીવનના જુદા જુદા પ્રસંગોને રજૂ કરતા આકર્ષક અને જીવંત ફલોટસ રજૂ કરવામાં આવેલ છે. જેમાં સંગીત આરાધના, માતૃ ભકિત, યુગ પુરુષનું અવતરણ, સંસ્કારોનું સિંચન, તોફાની બિલે, નરેન્દ્રના કૌશલ્યો, નરેન્દ્રની એકાગ્રતા, રાજ દરબાર, દયાળુ નરેન્દ્ર, ગુરુ શિષ્ય મિલન, દક્ષિણેશ્વર મંદિર, ગુરુની સેવા, ભારત ભ્રમણ, નિર્ભય બનો, ભયભીત ગુફા, ગુરુનો આદેશ સિકાગો, તરફનું પ્રસ્થાન દર્મસભ, સિસ્ટર નિવેદિતા, માસમાધી પ્રવેશ બેલુર મઠ જેવા આકર્ષક જીવંત ફલોટસ બાળકો દ્વારા રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત બાળકો દ્વારા પ્રભાત ફેરી, ધૂન, ભજન રજૂ કરવામા આવશે. તેમજ સ્વામી વિવેકાનંદના જીવન ઘડતર અને શાળા જીવનની વાતો, જીવન પ્રસંગો રજૂ કરવામાં આવશે. આપ્રદર્શનમાં શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા જીવન ઘડતરા અને વ્યકિતત્વ વિકાસને લગતા પુસ્તકોનું વ્યાજબી કિંમતે વેચાણ ઉપલબ્ધ રહેશે.

આ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા બનાવેલ ભવ્ય પ્રોજેકટનું નિદર્શન પણ હશે. તથા સ્વામી વિવેકાનંદના જીવન ચરીત્રને લગતા ક્રાફટ વર્કનું પણ વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. તેમના જીવન પ્રસંગને અનુ‚પ શાળાના વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદના જુદા જુદા સ્વરૂપ ત્રણ દિવસ સુધી ઉપસ્થિત રહેશે.આ પ્રદર્શનમાં સેલ્ફી ઝોનમાં સ્વામી વિવેકાનંદ સાથે સેલ્ફી લઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા તેમજ પ્રદર્શનમાં આકર્ષક ગુફા, હરતી ફરતી સત્સંગ મંડળી વિશેષ આકર્ષણ જમાવશે.

પંચશીલ સ્કુલમાં યોજાનારા આ પ્રદર્શનમાં ઉદઘાટક સમારોહમાં ઉદઘાટક તરીકે પૂ. સ્વામી નિખીલેશ્વરાનંદજી સ્વામી વેદ નિષ્ઠાનંદજી, ધનસુખભાઈ ભંડેરી, ડો.આર.એસ. ઉપાધ્યાય, મૌલેશભાઈ ઉકાણી, શંભુભાઈ પરસાણા, માઈકલ ફલોરસ (ગર્વનર સેન્ટ એન્થનીઝ ગર્લ્સ એકેડમી ઈગ્લેન્ડ, ડો. પીરુષોતમ પીપળીયા, જતીનભાઈ ભરાડ, ભરતભાઈ ગાજીપરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.