Abtak Media Google News

સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ પ્રસંગ નિમિત્તે ૨૭મીએ ૧૮૨ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સરદાર ગૌરવ ગાથા વકતૃત્વ પ્રવચનોનું યુ ટયુબમાં પ્રસારણ થશે

આગામી તા.૩૧ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના ૧૮૨ મીટર ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટના ૧૦૦ સહિત કુલ ૧૮૨ છાત્રો દ્વારા સરદારને શબ્દાંજલી આપવામાં આવશે.

Advertisement

સ્વામિનારાયણ ગુ‚કુલ દ્વારા અગાઉ જસ્ટફાઈવ મિનિટ સરદાર ગૌરવ ગાથા વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતુ. જેમાં શહેરની શાળાઓનાં ૧૮૨ છાત્રોએ સરદાર વિશે પ્રવચન તૈયાર કર્યા હતા. જેનું ગ્લોબલ પ્લેટફોર્મ યુટયુબ ઉપર આગામી તા.૨૭ના રોજ પ્રસારણ થશે આપ્રવચન S4S Motivation ચેનલ પર જોઈ શકાશે.

ત્યારબાદ ૧૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ સરદાર પટેલની પૂણ્યતિથિ નિમિતે ૪૫ દિવસોમાં ચેનલ પર સ્પર્ધક વિદ્યાર્થીના પ્રવચનમાં મળેલા વ્યૂહને આધારા વિદ્યાર્થીને સન્માનીત, પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કાર્યક્રમ અંગે ‘અબતક’ને જનમંગલદાસજી સ્વામી, રામપ્રિયદાસજી સ્વામી તથા વિજયભાઈ વસોયા અને જયંતિભાઈ વોરાએ વિગેતો આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.