Abtak Media Google News

શાસકો અને સફાઈ કર્મીઓનાં ઘર્ષણમાં શહેરીજનોની હાલત ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી

 

અબતક, નટવરલાલ ભાતીયા, દામનગર

દામનગર નગર પાલિકા ની તાનાશાહી સામે સફાઈ કર્મચારીઓએ  પોલીસ સ્ટેશને  મોરચો માંડયો હતો. સફાઈ કર્મચારી ઓની હાજરી નહિ પૂરતા શહેર ના સફાઈ કર્મચારીઓ એ વિરોધ નોંધાવ્યા હતો.દામનગર શહેર માં માત્ર ચાર સફાઈ કર્મચારી કાયમી છે બાકી રોજમદારો મારફતે શહેરની સફાઈ અનિયમિત રીતે  કરાય છે

રવિવારે મુખ્ય બજાર ની સફાઈ બંધ રખાય છે બજેટ વધી જવા ના બહાના હેઠળ શહેર ના અનેકો વિસ્તારો માં કાયમી સફાઈ કર્મચારી ઓ નથી

કરોડો ના ગોટાળા કરતી પાલિકા ને સફાઈ સેવા માં બજેટ વધી જવાના બહાનાથી  અસંખ્ય વિસ્તારો માં સફાઈ નો અભાવ જોવા મળી રહ્યો છે

શાસકો અને  સફાઈ કર્મચારી ઓના ઘર્ષણ વચ્ચે શહેરીજનો ની હાલત “સૂડી વચ્ચે સોપારી જેવી થવા પામી છે.આટલા મોટા શહેરી વિસ્તાર માં માત્ર ચાર સફાઈ કર્મચારી  જ કાયમી  છે.મસ મોટા બીલો બનાવી કરોડો ની કટકી કરતા શાસકો સફાઈ સેવા માં કરકસર કેમ કરે છે ?

સફાઈ સેવા બંધ રાખવા ખર્ચ વધી જવા નું બહાનું આપતા શાસકો ની મનમાની ક્યાં સુધી ?

દામનગર શહેર ના દરેક વિસ્તારો માં વરસાદી પાણી ના જાહેર રસ્તા ઉપર ખાડા ભરાયાં છે ઠેર ઠેર ઉકરડા અને ગંદકી ના દ્રશ્યો સામાન્ય બની રહ્યા છે ત્યારે પ્રાદેશિક કમિશનર આ અંગે ધ્યાન આપે તેવી  શહેરીજનોમાંથી માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.