Abtak Media Google News

અબતક, દર્શન જોશી, જુનાગઢ

મહાનગરમાં ખડકાયેલા અનેક ગેરકાયદે બાંધકામ અને દબાણોને નજર અંદાજ કરીને જૂનાગઢ મનપાએ ભગવાન પરશુરામની પ્રતિમા હટાવવા બ્રહ્મા યુવા સંગઠનના સ્થાપક તથા પ્રમુખને નોટિસ આપતા, જૂનાગઢના ભૂદેવ લડી લેવાના મૂડમાં આવી ગયા છે દરમિયાન સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સુપ્રીમો જયદેવ જોશી તથા સ્થાપક કાર્તિક ઠાકર દ્વારા ગત સાંજથી અન્નજળ ત્યાગી આંદોલનના મંડાણ કરી દેવામાં આવ્યા છે, અને મોટી સંખ્યામાં બ્રહ્મ અગ્રણીઓ, યુવકો પણ ઉપવાસ આંદોલનમાં જોડાઈ ગયા છે, તો સત્તાધારી ભાજપના કોર્પોરેટર પણ ઉપવાસી છવણીની મુલાકાત લઈ ટેકો જાહેર કરતા, અને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ બહાર ગામથી તાબડતોડ રાત્રિના જૂનાગઢ પહોંચી જઈ ઉપવાસીઓને સમર્થન  આપતા  તંત્ર પણ વિમાસણમાં મુકાયું હોવાનું સંભળાઈ રહ્યું છે.

જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે સોનાપુરી સર્કલ ખાતે ગત તા. ૨૦ ઓગસ્ટના રોજ જૂનાગઢના સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભગવાન પરશુરામની એક પ્રતિમાની  સ્થાપવામાં આવી હતી  ત્યારે જ જૂનાગઢ મનપા દ્વારા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક સુપ્રીમો જયદેવ જોશી, સંસ્થાપક કાર્તિક ઠાકર તથા પ્રમુખ આશિષ ઉપાધ્યાયને એક નોટિસ પાઠવી આગામી દિવસ ૩ માં ભગવાન પરશુરામની પ્રતિમાને દૂર કરવામાં આવશે એવું જણાવવામાં આવતા, જૂનાગઢ મહાનગર સહિત સૌરાષ્ટ્રના ભૂદેવો તથા હિન્દુ સમાજમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે, અને મનપાની બેધારી નીતિ સામે રોષ પ્રગટ થઈ રહ્યો છે.

આ અંગે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સુપ્રીમો જયદેવ જોશીએ જણાવ્યું હતું કે, ભૂદેવોના આરાધ્ય દેવ અને ભગવાનના છઠા અવતાર તથા સમગ્ર હિન્દુ સમાજના દેવ ભગવાન પરશુરામની પ્રતિમાની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી છે,

દરમિયાન ગત સાંજથી જ જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સ્થાપિત કરાયેલ ભગવાન પરશુરામ દાદાની પ્રતિમા હટાવવાની મનપા એ નોટિસ પાઠવતા જ સંસ્થાના સુપ્રીમો જયદેવ જોશી, કાર્તિક ઠાકર દ્વારા અન્ન જળનો ત્યાગ કરી જયાં સુધી આ બાબતે યોગ્ય નહિ થાય ત્યાં સુધી અનસન આંદોલન આરંભી દીધું છે, અને સંગઠનના પ્રમુખ આશિષ ઉપાધ્યાય સહિતના બ્રહ્મ અગ્રણીઓ ઉપવાસમાં મોટી સંખ્યામાં જોડાયા છે, તો મનપાના કોર્પોરેટર, આરતીબેન જોશી, આદ્યશક્તિ બેન મજમુદાર, હરેશ પરસાણા, ધર્મેશ પોશિયા, સહિતના સતાધારી ભાજપના કોર્પોરેટર ઓએ છાવણીની મુલાકાત લીધી હતી અને ટેકો જાહેર કર્યો છે. તો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભગવાન પરશુરામ ની પ્રતિમા હટાવવાના મુદ્દા પર સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની યોગ્ય માંગ સાથે શરૂ થયેલ અનશનને વિશ્વ હિન્દુ પરિષદે સમર્થન જાહેર કરેલ છે. તથા  બપોરે ૩ વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, માતૃશક્તિ, દુર્ગાવાહીની, ગૌરક્ષકો, ગૌરક્ષાદળના સમસ્ત કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી સમર્થન આપશે. તથા મનપા કમિશ્નરને વિશ્વ હિન્દુ પરિષદની ટીમ મળી યોગ્ય રજુઆત કરશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.