Abtak Media Google News

મહારાષ્ટ્ર રાજસ્થાન બાદ સ્વાઈન ફલુમાં ગુજરાત ત્રીજા ક્રમે

સ્વાઈન ફલુએ સમગ્ર દેશને ભરડામાં લીધો છે ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી સ્વાઈનફલુના કારણે મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને ગુજરાત તેમા ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં સ્વાઈન ફલુના નવા કેસ નોંધાયા છે. અને અત્યાર સુધીમા આ વર્ષે સ્વાઈનફલુથી મોતનો આંકડો ૬૩ને પાર કરી ગયો છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાન બાદ ગુજરાત ત્રીજુ રાજય છે કે જયાં સ્વાઈન ફલુ કેસ નોંધાય છે. સમગ્ર દેશમા ૧૪૪૬ કેસ નોધાયા છે.

ઉલ્લેખનીય છે કે ૫ નવેમ્બરના રોજ ગુજરાતમાં ૧૮૭૯ કેસ સ્વાઈન ફલુના નોંધાયા હતા જેમાં ૧૨૯ દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. જયારે ૬૩ના મોત થયા છે. ડોકટર્સના જણાવ્યા પ્રમાણે સ્વાઈન ફલુના દર્દીઓમાં નવરાત્રી પછી વધારો થયો છે. ગુજરાત સરકારના જાગૃતિના પગલા છતા સ્વાઈન ફલુના દર્દીઓમાં વધારો થયો છે.

ગુજરાતમાં ત્રણ પ્રકારના સ્વાઈન ફલુના વાઈરસ કાર્યરત છે. આ અંગે વધુ જણાવતા આરોગ્ય અધિકારીએ કહ્યું કે વાઈરસ એચએએચ ૧ એન૧, ઈન્ફલુએન્જાએ સબટાઈપ એચ ૩ એન ૨ અને ઈન્ફલુએન્જાબીનો સમાવેશ થાય ચે. આ ત્રણ પ્રકારનાં વાઈરસમાં એક જ દવા ઓસ્લેટામીવીર કામકરે છે. જો કે આ એન્ટીવાઈરલ જો ઝડપથી મળીજાય તો દર્દીને રાહત રહે છે. સ્વાઈન ફલુના લક્ષણો જણાતા જ જો દર્દીને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવે તો દર્દીનો જીવ બચી શકે છે. દર્દીને નિમોનિયાની અસર થઈ હોય તાવ, શરદી કે છીક આવતી હોય તો તેનીઅસરથી દૂર રહેવા હાથ ધોવા અને આ વાયરસ ફેલાય નહી તેની તકેદારી રાખવી.

વધુમાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે અમારી હેલ્થટીમે ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં તાજેતરમાં જ એક રિસર્ચ કર્યું હતુ જેમાં એચ.૧ એન.૧ વાઈરસથી કેટલા લોકો અસરગ્રસ્ત છે. અને તેની માટે શું કાળજી લેવી તે અંગે જણાવ્યું હતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને શહેરી વિસ્તારો જેમકે ભૂજ અને ગાંધીધામ આ વાઈરસનો ફેલાવો વધુ જણાયો સૌરાષ્ટ્ર અને કચ્છના તાપમાનમાં અને ભેજમાં કોઈ વધારે ફરક જણાતો નથી આમ છતા કચ્છમાં સ્વાઈન ફલુના કેસમાં વધારો થયો છે. આ અંગે પણ અમે એનાલીસીસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારત સ્વાઈન ફલુના ભરડામાં છે ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી ૨૦૧૭ ની સરળખામણીમાં ગુજરાતમાં સ્વાઈન ફલુના કેસમાં વધારો થયો છે. જયારે મૃત્યુઆંક ૫૧ને આંબી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.