Abtak Media Google News

ગુજરાતમાં તાપમાનમાં વધઘટ થવાની સાથે જ એમ-૧ વાયરસ સ્વાઈન ફલુનો કહેર વધી ર્હયો છે. બદલાતી સિઝનમાં લગ્નગાળો અને સામાજિક, ધાર્મિક કાર્યક્રમોમાં સ્વાઈન ફલુના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. માત્ર બે મહિનામાં ગુજરાતમાં સ્વાઈન ફલુ રોગથી પીડિત દર્દીઓનો આંકડો ૨૦૦૦ને પાર કરી ગયો છે. જેમાં અમદાવાદમાં ૬૫૫ કેસ સામે આવ્યા છે જયારે સૌરાષ્ટ્ર રાજકોટમાં ૨૩૩ કેસ સ્વાઈન ફલુના નોંધાય છે. જેમાં ૫૦ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે જયારે સ્વાઈન ફલુના કહેરે ૪૩નો ભોગ લીધો છે. ગુજરાત સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે આ વર્ષે રાજસ્થાન બાદ ગુજરાતમાં સૌથી વધુ સ્વાઈન ફલુના કેસ નોંધાય છે. રાજસ્થાનમાં સ્વાઈન ફલુના ૩૫૦૮ કેસ સામે આવ્યા છે જયારે ગુજરાતમાં ૨૧૬૯ સ્વાઈન ફલુના કેસ નોંધાયા છે જેમાં ૭૪ લોકોના મોત થયા છે. સ્વાઈન ફલુ ભીડભાડ વાળા વિસ્તારમાં વધારે ફેલાય છે માટે આરોગ્ય વિભાગ દ્વારા જાહેરાત કરી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. રાજયની બધી મહાનગરપાલિકા, પાલિકા તથા સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા ડોર ટુ ડોર જઈ બધાને સ્વાસ્થ્યની તપાસ કરવા જાગૃત કરાઈ રહ્યાં છે. રાજકોટની રાખોલીયા હોસ્પિટલમાં ૩૫ વર્ષીય પુરુષનું મોત થયું છે જયારે વેદાંત હોસ્પિટલમાં ૨૪ વર્ષીય મહિલા, વ્રજ હોસ્પિટલમાં ૫૬ વર્ષીય પુરુષ તેમજ લેન્ડમાર્ક હોસ્પિટલમાં ૪૦ વર્ષીય પુરુષનું મોત સ્વાઈન ફલુના કારણે થયું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.