Abtak Media Google News

શૈક્ષણિક, સામાજિક જાગૃતિ માટે રાત્રીના  ચર્ચા પછી ડો. આંબેડકરના વિચારોને જન જન સુધી પોહચાડાશે : કુલપતિ પ્રો . ગીરીશભાઈ ભીમાણી

ચેર સેન્ટરમાં નાણાંકીય વર્ષ 2023-24 માટે કામગીરી કરવા માટેના 10 મુદ્દાઓનો કાર્યક્રમ જાહેર કરતા કુલપતિ

ગુજરાત સરકાર દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાબાસાહેબ ડો.બી.આર. આંબેડકર ચેર સેન્ટર ડો . આંબેડકરજીના પરિનિર્વાણ દિવસ 6 , ડિસેમ્બર -2016 થી કાર્યરત છે . ચેર- સેન્ટર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે . જેવા કે, બે પ્રમાણપત્રીય અભ્યાસક્રમો રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા વકતૃત્વ સ્પર્ધા , ડો . આંબેડકરજી પર સંશોધન કરતા સંશોધકોને સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ, વિદ્વાન અધ્યાપકો અને સંશોધકોને સંશોધન એવોર્ડ , વિદ્વાન લેખકોને પુસ્તક પ્રકાશન સહાય , રાષ્ટ્રિય કક્ષાના સેમિનાર , ડો . આંબેડકર મેમોરીયલ વ્યાખ્યાન શ્રેણી , ઇ – વ્યાખ્યાન શ્રેણી તથા વિશાળ લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓ અને  ઇસપ્તાહ વર્ષ દરમ્યાન વિશેષ દિન ઉજવણી અને 3 હજારથી વધારે પુસ્તકો ધરાવતી વિશાલ લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓ અને  સંશોધન કર્તાઓ લાઈબ્રેરીનો મહતમ ઉપયોગ કરવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત આ ચેર – સેન્ટરની માર્ગદર્શિકા અનુસાર સલાહકાર સમિતિની રચના થયેલ છે .કુલપતિઓના માર્ગદર્શન હેઠળ ચેર – સેન્ટરના પાંચ વર્ષ પૂર્ણ થતા બીજી સલાહકાર સમિતિમાં નિયુકત નવ નિયુક્ત પાંચ અધ્યાપકોની આ પ્રથમ બેઠક મળી હતી , જેમાં  પ્રો . (ડો .) ગીરીશભાઈ ભીમાણી , કુલપતિમાં , સૌ.યુનિ . રાજકોટ . ( અધ્યક્ષી ) પ્રો . ( ડો . ) રાજાભાઈ એન . કાથડ , યુનિ . રાજકોટ , ( ચેર – સેન્ટર , ચેરમેન ) ડો નિલેશભાઈ સોની , કા . કુલસચિવ, સૌ.યુનિ . રાજકોટ , (કુલસચિવ) પ્રો . (ડો.) હિતેષભાઈ જે . શુકલ , એમબીએ ભવન , સૌ.યુનિ.રાજકોટ . ( સદસ્ય) પ્રો . ( ડો ) . મનીષભાઈ કે . શાહ , રસાયણશાસ્ત્ર ભવન , સૌ.યુનિ . રાજકોટ . ( સદસ્ય) ડો . શ્રદ્ધાબહેન બી . બારોટ , શિક્ષણશાસ્ત્ર ભવન , સૌ.યુનિ . રાજકોટ . (સદસ્ય) પ્રો . ( ડો . ) બી.કે. કલાસવા , અધ્યક્ષ , હિન્દી ભવન , સૌ.યુનિ . , રાજકોટ . (સદસ્ય) પ્રો . ( ડો . ) દીપકભાઈ પી . પટેલ , ગુજરાતી ભવન , સૌ.યુનિ . રાજકોટ . ( સદસ્ય )  સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.

આજ રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ ખંડમાં ડો.બી.આર.આંબેડકર ચેર સેન્ટરની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ ગઇ . આ બેઠકમાં ગત વર્ષના કામગીરી અહેવાલને મંજૂર કરી ઉત્તમ કામગીરીને બિરદાવવામાં આવી. ચેરૂ સેન્ટર દ્વારા ગત વર્ષમાં થયેલી કામગીરીનો અહેવાલ ચેરના ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યો . ચેર – સેન્ટર દ્વારા વર્ષ 2023-24માં કરવાની થતી કામગીરીઓની આજની બેઠકમાં ઉપર મુજબના નિર્ણયો કરવામાં આવ્યા . જેમાં નીચેની 10 યોજનાઓની જાહેરાત કરવામાં આવી  હતી.

આ પ્રમાણપત્રીય અભ્યાસક્રમ ( 1 ) ડો . આંબેડકર જીવન અને દર્શન , ( 2 ) ભારતીય સંવિધાન : ફરજ અને અધિકારો ( 3 ) ડો . આંબેડકર ગ્રામાભિમુખ સંશોધન યોજના -2023-24 ( 4 ) ડો . આંબેડકર સ્પેશીયલ ફેલોશીપ ફોર PG / Ph.D રીસર્ચ એવોર્ડ 2023-24 ( 5 ) અખિલ ગુજરાત ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા – 2023-24 ( 6 ) અખિલ ગુજરાત ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા 2023-24 ( 7 ) ડો . આંબેડકર પુસ્તક પ્રકાશન આર્થિક અનુદાન યોજના ( 8 ) ડો . આંબેડકર સંશોધન યોજના – 2023-24 ( 9 ) ડો . આંબેડકર મેમોરીયલ વ્યાખ્યાન- શ્રેણી -2023-24 અને ઇ – સપ્તાહ શ્રેણી ( 10 ) રાષ્ટ્રીય સેમિનાર.

આજની આ બેઠકમાં ઠરાવવામાં આવ્યું કે, ભારતરત્ન, વિશ્વવિભૂતિ, વિશ્વમાં જેઓને સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ઓળખવામાં આવે છે . શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પુરુષ ડો . ભીમરાવ રામજી આંબેડકરજીની છબી યુનિવર્સિટીના સેનેટ હોલ અને સિન્ડિકેટ હોલમાં મુકવાનું ઠરાવવામાં આવ્યું . આ ઉપરાંત ચેર સેન્ટર દ્વારા પ્રતિવર્ષ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ગેર સેન્ટરના ઉદ્દેશ્યો મુજબની ઉત્તમોત્તમ કામગીરી કરનાર રાજ્યના કોઈ એક વ્યક્તિ / સંસ્થાને ” ભીમરત્ન એવોર્ડ ” આપવાનું જાહેર કરવામાં આવ્યું એપ્રિલના દિવસે એવોર્ડ માટે સન્માનિત થનાર મહાનુભાવના નામની જાહેરાત   કુલપતિ  કરશે અને ડિસેમ્બરના દિવસે એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવશે . માનનીય કુલપતિશ્રીની અધ્યક્ષતામાં 4 સભ્યોની સમિતિ આ એવોર્ડ માટે નામની પસંદગી કરશે . કુલપતિ  , ચેર – સેન્ટર સલાહકાર સમિતિ સદસ્ય -1 , રાજ્યમાં સામાજિક ક્ષેત્રે કામ કરતી NGO  માંથી –

1 , સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા નિયુક્ત 1 સભ્ય.કુલપતિએ જાહેર કર્યું કે , ” જનજાગૃતિ દ્વારા સામાજિક ઉત્થાન ” ને સિદ્ધ કરવા માટે તથા વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરવા માટે તથા સામાજિક ભેદભાવને દૂર કરવા ચેરના અધ્યાપકો ગામડાઓમાં જશે અને ત્યાં રાત્રીના સમયમાં મહોલ્લાઓ , શેરીઓમાં જઈને ડો . આંબેડકરજીના વિચારને જન જન સુધી પોહચડવાનું અને શિક્ષણ માટેની જાગૃતિ લાવવાનું કામ કરશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિ.માં કાર્યરત બાબાસાહેબ ડો . બી.આર. આંબેડકર ચેર – સેન્ટર રાજ્યમાં મોડેલ ચેર તરીકે પ્રસ્થાપિત થઈ હોય, ચેર માટે એક બિલ્ડીંગ નંબર -3 ફળવવાનું ઠરાવવામાં આવ્યું . જેથી ચેરની કામગીરીમાં સરળતા રહે . ચેર – સેન્ટરની લાયબ્રેરીનો અધ્યાપકો , છાત્રો , વિદ્વાનો મહતમ ઉપયોગ કરી શકે તેમજ લાયબ્રેરી જાળવણી થાય તે માટે લાયબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર ખરીદવાનું ઠરાવવામાં આવ્યું  હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.