Abtak Media Google News

ગત વર્ષના જન્માષ્ટમી મહોત્સવના વિજેતાઓનો ઈનામો આપી સન્માનીત કરાશે

વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા ભવ્ય આયોજન કરવામાં આવે છે. અને દર વર્ષે સમગ્ર રાજકોટ શહેરમાં લતા સુશોભન કરવામાં આવે છે. અને જન્માષ્ટમીના દિવસે ૧૦૦થી પણ વધારે ફલોટ સુશોભન કરી રથયાત્રા નીકળે છે. જેમાં લતા સુશોભન કરેલ હોય અને સારો ફલોટ ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, મેટાડોર, ટ્રકમાં ફલોટ બનાવેલ હોય તેની પણ સ્પર્ધા રાખવામા આવે છે. અને પ્રોત્સાહન રૂપે દર વર્ષે ભાગ લેનારને ઈનામ તથા શિલ્ડ વિતરણ કરવામાં આવે છે.

ત્યારે આગામી તા.૨૨ ને બુધવારના રોજ સાંજે ૭.૩૦ કલાકે બીએપીએસ મંદિર, કાલાવડ રોડના સભાખંડ ખાતે ગત વર્ષનાં ફલોટ સુશોભન તથા લત્તા સુશોભનના વિજેતાઓને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં સાધુ સંતો આર્શીવચન પાઠવવા ઉપસ્થિત રહેશે તેમજ ગત વર્ષના જન્માષ્ટમી મહોત્સવના વિજેતાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ ઉપરાંત તા.૨૫ ને શનિવારના રોજ યોગીધામ સંકુલ, કાલાવડ રોડ ખાતે, જયારે ૩ થી ૬ કલાક દરમિયાન ગોપી કિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. ગોપી કિશન સ્પર્ધાનાં ફોર્મનું વિતરણ શરૂ કરી દેવામાં આવેલ છે. જેમાં ૬ સ્થળેથી ફોર્મ મેળવી અને પરત આ સ્પર્ધામાં ૨ થી ૧૨ વર્ષની ઉમરના બાળકો અને બાળાઓ ભાગ લઈ શકશે અલગ અલગ કુલ ૬ સ્થળોએથી સ્પર્ધાનાં ફોર્મનું વિતરણ થશે અને તે જ સ્થળે પરત આપી શકાશે. સ્પર્ધામાં ભાગ લેવાની કોઈ જ ફી રાખવામાં આવેલ નથી. મર્યાદિત સંખ્યામાં સ્પર્ધકો નોંધવાના હોઈ વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ સ્વીકારવામાં આવશે.

ગોપી-કિશન સ્પર્ધાનાં ફોર્મ મેળવવા માટે સેન્ટ ગાર્ગી સ્કૂલ મો.નં. ૯૮૨૫૫ ૯૦૨૧૩, પુજા હોબી સેન્ટર મો.નં. ૯૩૭૫૭ ૦૫૦૦૫, જન્માષ્ટમી કાર્યાલય: મો.નં. ૯૪૨૬૮ ૪૯૮૧૩, ચાણકય વિદ્યાલય: મો.નં. ૯૪૨૬૮ ૪૪૦૭૪, દિપક રેડીમેન્ટ હાઉસ: ફોન: ૦૨૮૧-૨૨૨૨૩૧૮, શ્રીજી ટાઈપીંગ એન્ડ ઝેરોક્ષ: મો.નં. ૯૬૦૧૮૦૯૯૯૦નો સંપર્ક કરવાનો રહેશે.

આ વખતે માત્ર અનેક પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે સ્પર્ધાની શરૂઆતમાં ગણેશ સ્મૃતિ સાથેનું કથ્થક નૃત્ય તથા ભકિતરસથી તરબોળ ભગવાન કૃષ્ણ પર આધારીત ગીત પર કલાસીકલ નૃત્ય રજૂ કરવામાં આવશે અને નાના ભૂલકાઓ કૃષ્ણ અને ગોપીના વસ્ત્ર, મેક અપ અને સજજા સાથે જાણે ખરેખર ગોકુળ અહી ઉતરી આવ્યુ હોય તેવું દ્રશ્ય ઉભુ કરી માહોલને કૃષ્ણમય બનાવશે.

સમગ્ર સ્પર્ધાને ખૂબ સુંદર રીતે યોજવા માટે ગોપી કિશન સ્પર્ધાના ક્ધવીનરો સર્વ રમાબેન હેરભા તથા વ્યવસ્થાપક ટીમના દુર્ગાવાહીની મહિલા વિભાગ રાજકોટના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

સમિતિના અધ્યક્ષ વિજયભાઈ ચૌહાણ વિહિપ રાજકોટ અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલીયા, વિ.હિ.પ. રાજકોટ કાર્યાધ્યક્ષ હસુભાઈ ચંદારાણા, વિ.હિ.પ. અધ્યક્ષ સૌરાષ્ટ્ર પ્રાંત હરીભાઈ ડોડીયા તથા વિ.હિ.પ. રાજકોટ મહાનગર મંત્રી નિતેશ કથીરીયા તથા સમિતિ દ્વારા ભકતજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.