Abtak Media Google News

મૂડીરોકાણ અંગે અંતિમ નિર્ણય આ વર્ષના અંતભાગમાં લેવાશે

અબતક,રાજકોટ

અબુ ધાબી કેમિકલ્સ ડેરિવેટિવ્સ કંપની RSC લિમિટેડ (તા’ઝીઝ) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ તા’ઝીઝ EDC  અને PVC પ્રોજેક્ટ માટે ઔપચારિક શેરહોલ્ડર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.

રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીની મુલાકાત દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ઔપચારિક શેરહોલ્ડર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન અંબાણી ઉદ્યોગ અને અધતન ટેકનોલોજી મંત્રી અને અઉટઘઈના મેનેજિંગ ડિરેકટર અને ગ્રૂપ સીઈઓ મહામહિમ ડો. સુલતાન અલ જાબેરને મળ્યા હતા.

મહામહીમ ડો. અલ જાબેર અને મુકેશ અંબાણીએ અબુ ધાબીમાં પરંપરાગત અને બિનપરંપરાગત સંસાધનોની શોધ, વિકાસ અને ઉત્પાદન તેમજ કાર્બનડાયોકસાઈડ સહિતની કામગીરીમાં ડિકાર્બનાઇઝેશનમાં સહયોગ શોધવા માટે ADNOC અને રિલાયન્સ વચ્ચે હસ્તાક્ષરિત ફ્રેમવર્ક કરારની આપ-લે કરી હતી. મુકેશ અંબાણીને 2023માં યુએઈમાં યોજાનારી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ COP28)ના 28માં સત્ર વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

ડો. અલ જાબેરે કહ્યું કે, “રિલાયન્સ એક મૂલ્યવાન વ્યૂહાત્મક ભાગીદાર છે અને તા’ઝીઝ ખાતેનો અમારો સહયોગ યુએઇ અને ભારત વચ્ચેના ઊંડા અને મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરવાના સાધન તરીકે ઔદ્યોગિક અને ઊર્જા સહકારની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરે છે. અમે ડિકાર્બનાઇઝેશન, ન્યૂ એનર્જી અને અપસ્ટ્રીમ ઉત્પાદન પર સહકારને આગળ વધારતા, યુએઇના ઔદ્યોગિક અને ઉત્પાદન વિકાસને આગળ વધારવા માટે વધુ તકોનું સર્જન કરવા માટે આ ભાગીદારી અને તા’ઝીઝ ખાતેની થઈ રહેલા કાર્યની પ્રગતિ પર મોટો મદાર રાખી રહ્યા છીએ.”

તા’ઝીઝ EDCઅને PVC પ્રોજેક્ટ ફાઇનલ ઇન્વેસ્ટમેન્ટ ડિસિશન (FID) માટેના ડિટેલ ડિઝાઇન ફેઝ તરફ નક્કર પ્રગતિ કરી રહ્યો છે અને તેના માટેનો નિર્ણય આ વર્ષના અંતમાં લેવામાં આવે તેવી અપેક્ષા છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તા’ઝીઝ વચ્ચે તા’ઝીઝ EDC અને PVC સંયુક્ત સાહસ દ્વારા ટૂંકા સમયમાં કરવામાં આવેલી ઝડપી પ્રગતિ જોઈને હું ખુશ છું. આ સંયુક્ત સાહસ ભારત અને યુએઇ વચ્ચેના મજબૂત અને વિકસતા સંબંધોનું સાક્ષી છે અને બે રાષ્ટ્રોની ક્ષમતાઓના પરિણામે બનનારા આવા વધુ પ્રોજેકટ્સ માટે સીમાચિન્હ હશે. હું આ ક્ષેત્રમાં અમારા લોકોના જીવન ધોરણને સુધારવામાં એક પગલું આગળ વધારવા માટે ઝડપી ગતિએ પ્રોજેકટના અમલીકરણની રાહ જોઈ રહ્યો છું.”

અબુ ધાબીની તેમની મુલાકાત દરમિયાન મુકેશ અંબાણીને તા’ઝીઝ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ ઝોનમાં થઈ રહેલી ઝડપી પ્રગતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેના ઔદ્યોગિક ક્ષેત્રને સક્ષમ બનાવવા, વિકાસને વેગ આપવા અને આગામી અનેક વર્ષો માટે દેશના અર્થતંત્રને વૈવિધ્યકરણ પૂરું પાડવાની યુ.એ.ઈ.ની વ્યુહરચના સાથે તા’ઝીઝનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે.

યુ.એ.ઈ.ના ઔદ્યોગિક વિકાસની વ્યૂહરચના માટે કેમિકલ પ્રાયોરીટી સેક્ટર છે, જે ઇન્ડસ્ટ્રી એન્ડ એડવાન્ડ ટેકનોલોજી મંત્રાલયના હસ્તગત છે. તા’ઝીઝ ઈ.ડી.સી. એન્ડ પી.વી.સી.ના રિલાયન્સ સાથેના સંયુક્ત સાહસમાં ઉત્પાદન કરવામાં આવનારા કેમિકલનો ઉપયોગ બહોળી શ્રેણીમાં ઔદ્યોગિક ઉપયોગ થશે, જે સ્થાનિક સપ્લાય ચેઇન્સને સક્ષમ બનાવશે અને મહત્વના નિકાસ બજારની વધતી જતી માગને પહોંચી વળશે. ક્લોર-આલ્કલી કોસ્ટિક સોડાના ઉત્પાદનને વેગ આપશે, જે એલુમિના રિફાઇનિંગ પ્રક્રિયામાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે. ઈ.ડી.સી.નો ઉપયોગ પી.વી.સી.ના ઉત્પાદનમાં થાય છે, જે પાઇપ, વિન્ડોઝ ફિટીંગ, કેબલ્સ, ફિલ્મ્સ અને ફ્લોરિંગ સહિતની વિશાળ ઔધોગિક અને ગ્રાહક ઉત્પાદનો બનાવવા વપરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.