Abtak Media Google News

હાય રે કિસ્મત, સ્કૂલે જઈને ભણતા ભણથા ગમ્મત કરવી અને શેરીમાં પકડમપટ્ટી કે થપ્પો દાવ રમવાની ઉંમરે આ બાળક દર સોમવારે દુકાને દુકાને જઈને લીંબુ-મરચા વેંચે છે. બાળક એ ભગવાનનું બીજું રૂપ છે – શું આ વાત સાચી લાગે છે ???

કાશ, તસવીરમાં બન્ને બાળકોના હાથમાં કચરો વીણવાના થેલાની બદલે ચોપડાનો થેલો હોત. કાશ, આપણે કોઈની તકદીર બદલી શકતા હોત. મા-બાપ કાળી મજૂરી કરે ને બાળકોને ય તેમાં જોતરવા માટે મજબૂર કરે. ભારતની આ તાસીર હવે બદલાય તો સારું નહીંતર ચાચા નેહરુનું દિલ દ્રવી ઉઠશે !!!

વાહ કયા સીન હે…

બાળકો સરસ મજાના તૈયાર થઈને સ્કૂલે જઈ રહ્યાં છે. કાશ, આપણા હાથમાં જાદુની છડી હોય અને દુનિયામાં કોઈ બાળક અભ્યાસ વગરનું ન રહે. કેમ કે શિક્ષણ એટલે કે જ્ઞાન જ આપણી સાચી સંપત્તિ છે. જ્ઞાનરૂપી મૂડી આપણી પાસેથી કોઈ લૂંટી જઈ શકતું નથી. બલ્કે જ્ઞાન વહેંચવાથી વધે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.