Abtak Media Google News

સામગ્રી :

  • ૧ ટી સ્પુન ઘી
  • પાંચ નંગ બાફેલા બટાકા
  • બુરુ ખાંડ
  • બે ટી સ્પુન ઇલાયચી પાવડર
  • અડધી ટી સ્પુન જાયફળ પાવડર
  • બે ટી સ્પુન ખસ ખસ
  • દોઢ કપ રાજગરાનો લોટ
  • બે ચમચી શિંગોડાનો લોટ

રીત :

સૌ પ્રથમ પૂરણની સામગ્રી તૈયા કરો. તેના માટે સૌ પ્રથમ એક કડાઇમાં ઘી લઇ ગરમ કરવુ ત્યાર બાદ તેમાં બાફેલા બટાકાનો માવો નાખવો લગભગ એકાદ મિનિટ સાંતવ્યા બાદ તેમાં બુ‚ ખાંડ નાખવી ફરીથી બરાબર મિક્સ કર્યા બાદ તેમાં એલાયચી પાવડર, જાયફળ પાવડર, ખસ ખસ નાખવી. ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવવું. ત્યાર બાદ ગેસ બંધ કરીને ઠંડુ પાડવા દેવુ. હવે એક વાસણમાં રાજગરાનો લોટ અને શિંગોડાનો લોટ નાંખી પાણીથી કણક બાંધવી થોડીવાર ઢાંકીને મુકી રાખવો ત્યાર બાદ તેમાંથી નાના લૂઆ કરવા. આ લોટ અથવા રાજગરાના લોટનું અટામણ લઇ એક લૂવો વણવો તેના પર એક ચમચી પૂરણ મુકી કચોરી જેવુ બંધુ કરી ફરીથી સહેજ વણવું. હવે નોનસ્ટિક પર ઘી થી શેકી લેવું. તૈયાર છે. ગરમા-ગરમ પૂરણપોળી

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.