Abtak Media Google News

સાતડા દુધ મંડળીના મંત્રીએ એસીબીમાં રાજકોટ ડેરીનો બોગસ ઓફિસ ઓર્ડર રજૂ કર્યો: સંઘના બનાવટી લેટરપેડ ઉભુ કરી અધ્યક્ષની સહી કરી નાખી: ડેરીના ચેરમેને પોલીસ કમિશ્નર સમક્ષ ફરિયાદ કરી

રાજકોટ જિલ્લા સહકારી દુધ ઉત્પાદન સહકારી સંઘ (રાજકોટ ડેરી)ના ચેરમેન ગોવિંદભાઈ શામજીભાઈ રાણપરીયાએ પોલીસ કમિશ્નરને અરજી આપી તાજેતરમાં કથીત લાંચ પ્રકરણમાં ડેરીના કેમિસ્ટ સાજનકુમાર ગધેથરીયા સામે નોંધાયેલ કેસમાં રાજકોટ જીલ્લા દુધ ઉત્પાદક સંઘના બનાવટી લેટરપેડ ઉપર બોગસ ઓફીસ ઓર્ડર ટપાલ મારફત રજૂ થયાની ફરિયાદ નોંધાવી આ ગંભીર પ્રકરણની તાત્કાલીક તપાસ કરી રજાકોટ ડેરીના નામનો બોગસ ઓર્ડર રજૂ કરનાર તત્વો સામે ફોજદારી ગુન્હો દાખલ કરી કડક પગલા ભરવા માંગણી કરી છે.

ગોવિંદભાઈ રાણપરીયાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કથીત લાંચ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોના તપાસનીશ અધિકારી સમક્ષ સાતડા દુધ ઉત્પાદક સહકારી મંડળીને ઉદેશીને રાજકોટ જીલ્લા દુધ ઉત્પાદકક સંઘ લી.ના બોગસ લેટરપેડ ઉપર તા.૨૨.૩.૧૮ના રોજ રાજકોટ ડેરીના મેનેજીંગ ડીરેકટરને ઉદેશીને અધ્યક્ષશ્રીએ લખેલો બોગસ ઓફીસ ઓર્ડર રજૂ કરેલ છે.

હકિકતે એસીબી પોલીસ ઈન્સ્પેકટર સમક્ષ રજુ થયેલો તા.૨૨.૩નો ઓફીસ ઓર્ડર સંપૂર્ણ બોગસ અને બનાવટી છે. આવો કોઈ પત્ર રાજકોટ ડેરીમાંથી સાતડા મહિલા દુધ ઉત્પાદક મંડળીને મોકલાવેલ નથી. ઓફીસ ઓર્ડરમાં દર્શાવેલ લેટરપેડ રાજકોટ જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી.ના નામનું બોગસ અને બનાવટી ઉભુ કરેલ છે. અથવા તો ઝેરોક્ષમાંથી બનાવેલ હોય તેવું લાગે છે. તેમજ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘના અધિકૃત આઉટવર્ડ નંબર પણ નથી લેટરમાં જે ગુજરાતી ફોન્ટ (અક્ષર)નો ઉપયોગ થયેલ છે. તે કચેરીનાં ઉપયોગમાં લેવાતા નથી. આ ઉપરાંત પત્રમાં દર્શાવેલ કાર્યપ્રણાલી પણ રાજકોટ ડેરીમાં નથી. આ પત્રમાં ઓફીસ ઓર્ડરનો શબ્દપ્રયોગ થયેલ છે. તે જોતા સંઘની કાર્યપ્રણાલી મુજબ ઓફીસ ઓર્ડર મેનેજીંગ ડીરેકટરની સહીથી નીકળતા હોય છે. જયારે આ ઓર્ડરમાં અધ્યક્ષની સહી કરવામાં આવી છે. અને તે પણ બોગસ સહી હોય અથવા તો સ્કેન કરેલ હોવાનું જણાય છે. આમ એન્ટી કરપ્શન બ્યુરોમાં સાતડા મહિલા દુધ મંડળીના મંત્રીએ બોગસ ઓફીસ ઓર્ડર રજૂ કરી ગુનાહીત કૃત્ય કર્યાનું સ્પષ્ટ ફલીત થાય છે.

આ કેસમાં આરોપી પાસેથી બોગસ ઓફીસ ઓર્ડરની ઓરીજનલ કોપી કબ્જે કરી તેના લેટરપેડ, ગુજરાતી ફોન્ટ, સહી વગેરે બોગસ હોય આવું બોગસ સાહિત્ય રજૂ કરી તપાસ ગેર માર્ગે દોરવાનું કાવત્રુ રચનાર તેમજ તેને સહયોગ કરનાર તમામ વ્યકિતઓ સામે ગુનો દાખલ કરવા રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ પોલીસ કમિશ્નર સમક્ષ ફરિયાદ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.