Abtak Media Google News

હોટ વેધરને કારણે હૃદય પર વધુ લોડ ન આવે એ માટે પૂરતું પાણી પીતા રહેવું જરૂરી છે. યાદ રહે અહીં પૂરતું કહેવાયું છે, વધારે નહીં

ઉનાળો હજી બેઠો છે ત્યાં જ હીટ-વેવ અને ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે. આ સમય દરમ્યાન ખૂબ પસીનો થઈને બ્લડ-પ્રેશર લો થઈ જવાના ચાન્સિસ વધુ રહે છે એવું તો હવે સૌ જાણે જ છે. જોકે અમેરિકન હાર્ટ અસોસિએશને તાજેતરમાં ચેતવણી જાહેર કરી છે કે જો હાર્ટ-ફેલ્યરની તકલીફ હોય તો ગરમીની મોસમને હળવાશી ન લેશો. આકરી ગરમીને કારણે ડીહાઇડ્રેશન, થાક અને લૂ લાગી શકે છે જેને કારણે હાર્ટની સમસ્યા વધે છે. જ્યારે ગરમીનો પારો ઊંચો જાય છે ત્યારે હૃદયના મસલ્સને મળતો લોહીનો પુરવઠો તેમ જ હૃદયી શરીર તરફ જતો લોહીનો પ્રવાહ બન્નેમાં તકલીફ પેદાથાય છે.

Advertisement

અમેરિકન જર્નલ ઑફ હાર્ટ હેલ્માં તો હાઈ હ્યુમિડિટી ધરાવતા વિસ્તારોમાં ઍક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફાર્કશન અવા તો હાર્ટ-અટેકના કિસ્સા વધી જતા હોવાનું પણ કહેવાયું છે અને મુંબઈ તો હાઈ હ્યુમિડિટી ક્ષેત્રમાં જ આવે છે એટલે મુંબઈગરાઓએ તો અલર્ટ થઈ જ જવું જોઈએને?

નેચરલ પ્રોટેક્શન સિસ્ટમ

પહેલાં તો સમજીએ કે હીટ વધવાથી હાર્ટનાં ફંક્શન્સમાં કેવી અસર થાય છે. એ માટે પહેલાં શરીરની હીટ સાથે ડીલ કરવાની પ્રોસેસ સમજવી પડે. જેમ ગુરુત્વાકર્ષણ બળને કારણે પાણી હંમેશાં નીચેની તરફ વહે છે એવું જ હીટનું પણ છે. હીટ એક પ્રકારની ઊર્જા છે જે સામાન્ય રીતે ગરમ વાતાવરણમાંથી ઠંડા વાતાવરણ તરફ વહે છે. જ્યાં સુધી તમારા શરીરની આસપાસની હવા ઠંડી હોય છે ત્યાં સુધી શરીરમાંથી ગરમી બહાર તરફ રેડિયેટ થાય છે, પરંતુ ઍર-ટેમ્પરેચર બોડી-ટેમ્પરેચર પર પહોંચે એટલે આ ઊર્જાનું સ્ળાંતર અટકી જાય. એવી જ રીતે બહારની હવાનું તાપમાન વધે એટલે શરીરની અંદરના તાપમાન પર અસર થવા લાગે. એવા સમયે શરીરનું નોર્મલ તાપમાન જાળવી રાખવા માટે ત્વચા વધારાની ગરમીને પરસેવારૂપે બહાર કાઢી નાખે છે. ગરમીને બહાર કાઢવા માટે નોર્મલ કરતાં વધુ લોહીનો પ્રવાહ ત્વચા સુધી પહોંચે એ જરૂરી છે. લોહીનો મોટો જથ્થો ત્વચા પાસે પહોંચી ગયો હોવાથી શરીરના અન્ય અવયવોને લોહીનો પુરવઠો ઓછો પડે છે. કેનેડાના અભ્યાસુઓનું કહેવું છે કે ગરમ વાતાવરણમાં તમામ અવયવોને જોઈતી માત્રામાં લોહી પહોંચાડવા માટે હૃદયે ઠંડક કરતાં બેથી ત્રણગણું ઝડપી કામ કરવું પડે છે.

શરીરની લોહીના પ્રવાહની જરૂરિયાત વધે છે અને બીજી તરફ પરસેવાને કારણે શરીરમાંથી ફ્લુઇડ ઘટે છે. અમુક હદી વધુ પ્રવાહી ઘટે તો લોહી પણ જાડું થાય છે અને ઘટ લોહીનું રક્તવાહિનીઓનું વહન વધુ કઠિન બને છે. અભ્યાસુઓએ તો ડ્રાય દિવસોમાં અને ભેજવાળા દિવસોમાં પસીના વાટે બહાર નીકળતા ટેમ્પરેચરની માત્રા પણ માપી છે. સૂકા દિવસોમાં એક ચમચી જેટલો પસીનો થાય તો તમારા શરીરનો રક્તપ્રવાહ બે ડિગ્રી ફેરનહાઇટ જેટલો કૂલડાઉન થાય, પણ જો વાતાવરણમાં ભેજ ૭૫ ટકાથીઓ વધુ હોય તો પસીના વાટે ટેમ્પરેચર ક્ધટ્રોલ કરવાનું અઘરું ઈ જાય છે.

હાર્ટ પર શું અસર?

અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના રિસર્ચરોએ ૩૪થી ૯૬ વર્ષના લગભગ ૧૦૦૦ દરદીઓને તપાસીને તારવ્યું છે કે ગરમી વધવાને કારણે હાર્ટ-ડિસીઝ ધરાવતા મોટી વયના દરદીઓના લોહીમાં ઇન્ફ્લમેશન દર્શાવતા બાયોમાર્કર્સનું પ્રમાણ વધી જાય છે જે રક્તવાહિનીઓ અને હાર્ટના મસલ્સને ડેમેજ કરી શકે છે. હૃદય પર હીટની અસર વિશે સમજાવતાં આયુર્વેદનિષ્ણાત ડોકટર કહે છે, યંગ અને સ્વસ્ હૃદય ધરાવતા લોકોના હાર્ટને ગરમીમાં નુકસાન થાય છે એવું નથી હોતું, પરંતુ જેમને ઑલરેડી હૃદયની તકલીફો છે અને રક્તવાહિનીઓ સાંકડી થઈને બ્લોકેજ હોય, હાઇપરટેન્શન અવા તો લો બીપી ઈ જવાની સમસ્યા હોય, હાર્ટ-ફેલ્યરની શરૂઆત હોય, હૃદયની મુખ્ય ધમનીઓમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફ્લમેશન હોય તો ગરમીને કારણે તકલીફ ઈ શકે છે. આવી સંભાવનાઓ પંચાવન વર્ષથી મોટી વયની વ્યક્તિઓમાં બહુ ઊંચી હોય છે.

ઉકેલ છે પૂરતું પાણી

હાર્ટ-હેલ્ને સારી રાખવા માટે ઉનાળામાં પૂરતું પાણી પીવું એ જ એકમાત્ર ઉપાય છે. સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના રીહેબિલિટેશન ઍન્ડ સ્પોર્ટ્સ મેડિસિનના હેડ ડોકટર હાર્ટ-હેલ્ને જાળવવાની ટિપ્સ આપતાં કહે છે, બોડી-ટેમ્પરેચર જળવાય એ માટે ગરમીમાં બહુ પસીનો તો હોય છે. એને કારણે ઘણુંબધું ફ્લુઇડ લોસ થાય છે. ડીહાઇડ્રેશનને કારણે લોહીનો પ્રવાહ અવરોધાય નહીં એ માટે શરીરને પૂરતું ફ્લુઇડ મળવું જરૂરી છે. ખાસ કરીને જેમને ઑલરેડી હાર્ટની કોઈક તકલીફ છે તેમણે ગરમીને હળવાશી ન લેવી જોઈએ. બને ત્યાં સુધી ડાયરેક્ટ હીટ ટાળવી. બપોરના આકરા તાપમાં બહાર જવાનું ટાળવું. એમ છતાં જવું જ પડે એમ હોય તો પાણીની બોટલ હંમેશાં સાથે રાખવી. સાવ સાદું પાણી વધુપડતું પીવાને બદલે લીંબુ, સાકર અને ચપટીક નમક નાખેલું પાણી પીવું. પરસેવા વાટે ઘણુંબધું સોડિયમ અને અન્ય મિનરલ્સ શરીરમાંથી વહી જાય છે. આ મિનરલ્સ સ્નાયુઓનો ખોરાક છે. એની કમી થાય તો મસલ્સમાં ક્રેમ્પ્સ આવવા માંડે છે. હાર્ટ પણ એક મસલ જ છે એટલે એને ધબકવા માટે પણ મિનરલ્સની જરૂર પડે છે.

સિનિયર સિટિઝનો તેમ જ નવજાત શિશુઓ માટે ગરમી વધુ આકરી પડી શકે છે એનું કારણ સમજાવતાં ડોકટર કહે છે, બાળકોમાં હજી બોડી-ટેમ્પરેચર મેઇન્ટેન કરવાની સિસ્ટમ બરાબર વિકસી ની હોતી અને મોટી વયે શરીરની કુદરતી ટેમ્પરેચર મેઇન્ટેન કરવાની ક્ષમતા નબળી પડી ગઈ હોય છે એટલું જ નહીં, નાનાં બાળકોને તરસ લાગી હોય તો તેઓ કહી શકતાં ની. એવી જ રીતે સિનિયર સિટિઝન્સમાં ઘણી વાર ડીહાઇડ્રેશનની હદ સુધી પહોંચી ગયા છતાં તરસની સંવેદના નથી અનુભવાતી.

હાર્ટ-ફેલ્યરના દરદીઓ સાવધાન

જેમના હૃદયના સ્નાયુઓ નબળા પડવા લાગ્યા હોય એવા હાર્ટ-ફેલ્યરના દરદીઓને ઓવરઑલ ઓછું પાણી પીવાનું કહેવામાં આવ્યું હોય છે. આવા દરદીઓ માટે ડો. આશિષ કોન્ટ્રેક્ટર કહે છે, હાર્ટ-ફેલ્યરના દરદીઓની બોડીમાં ફ્લુઇડની માત્રા લિમિટમાં રાખવાની હોવાથી તેમને વધુ પાણી નહીં પીવાની સલાહ અપાતી હોય છે. તેમણે પણ આ સીઝનમાં તેમના રોજિંદા વોટર ઇનટેક કરતાં દસેક ટકા જેટલું વધુ પાણી પીવું જોઈએ. આવા દરદીઓએ કોઈ પણ સંજોગોમાં તડકામાં ઝાઝું ન જ ફરવું જોઈએ. કેમ કે જો તેઓ બોડી-ટેમ્પરેચર જાળવવા વધુ પાણી પીએ તોય તકલીફ ઈ શકે છે અને ઓછું પીએ તો હીટ સ્ટ્રોક ઈ શકે છે.

વધુ પાણી નહીં, પૂરતું પાણી

ગરમીથી રક્ષણ પાણીના યોગ્ય ઇનટેકી મળે છે. જોકે બધાએ ચાર-પાંચ લિટર પાણી પીવું જોઈએ એવી કોઈ કોમન ગાઇડલાઇન ન કહી શકાય એમ જણાવતાં ડોકટર કહે છે, ઍવરેજ ગણીએ તો રોજિંદા ઇનટેકમાં વીસેક ટકા જેટલો વધારો થવો જોઈએ છતાં દરેક વ્યક્તિની પાણીની જરૂરિયાત જુદી-જુદી હોય છે. આખો દિવસ ઍર-કન્ડિશનર કાર અને ઑફિસમાં રહેનારી વ્યક્તિને કદાચ એકાદ-બે ગ્લાસ જ વધુ પાણી જોઈએ, જ્યારે તડકામાં ટ્રેન-બસમાં ફરતા કે ચાલતા લોકોને ત્રણી ચાર ગ્લાસ પાણી વધુ જોઈએ. યાદ રહે કે તરસ લાગે ત્યારે પાણીનો ગ્લાસ ગટગટાવવાને બદલે ઘૂંટડે-ઘૂંટડે પાણી પીવું જોઈએ. વધુપડતું નહીં, શરીરને જોઈએ એટલું પાણી પીવાથી સ્વસ્થ રહેવાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.