Abtak Media Google News

ચોમાસાના પ્રારંભે વરસાદમાં હિલોળા લેતા યૌવન માટે બાદમાં સ્કિનને લગતી સમસ્યાઓ આખી સિઝનમાં પજવતી હોય છે. ખાસ કરીને ભેજવાળી હવાને લીધે સ્કિન પર ફોડલીઓ થવી, ખીલ થવા, ખંજવાળ આવવી, ભીના થયેલા પગમાં વાઢિયા થવા, ઈન્ફેક્શન લાગવું જેવી તકલીફો વધી જાય છે. આ બધી તકલીફોથી બચવા માટેના કેટલાક ઉપાય સૂચવતાં એજન્લ બ્યુટી પાર્લરનાં પિંકલ પટેલ જણાવે છે કે, સ્કિન અને પગની સંભાળની સાથોસાથ ચોમાસામાં વાળની માવજત કરવી પણ એટલી જ જરૂરી છે. નહીંતર વાળમાં પણ ઈન્ફેક્શન લાગી શકે છે.

ડ્રાય સ્કિન:

10 Top Tips For Dry Skinચોમાસામાં ડ્રાય સ્કિન માટે ક્લીન્ઝિંગ બહુ જ જરૂરી છે. તેમાં પણ જો ક્રીમ બેઝ્ડ ક્લીન્ઝર હોય તો વધુ સારું. દિવસમાં એક વાર ચહેરાને ક્લીન્ઝરી સાફ કરો. ગ્લિસરીન અને રોઝ વોટરનો પણ ઉપયોગ કરી શકાય. સારી ગુણવત્તાવાળું મોઇશ્ચરાઈઝર લગાવી શકાય.

ઓઈલી સ્કિન:

93454826ઓઈલી સ્કિન માટે માઈલ્ડ ક્લીન્ઝર યુઝ કરવું. ચહેરો દરરોજ ઓટમીલ સ્ક્રબી સાફ કરો. ઘરગથુ ઉપચાર તરીકે પપૈયાનો પલ્પ પણ થોડી વાર માટે ચહેરા પર લગાવી શકો છો. બહારી આવ્યા બાદ અને રાત્રે સૂતાં પહેલાં એન્ટિ બેક્ટેરિયલ ફેસવોશી ચહેરો ધોવાનું રાખો. સૂતાં પહેલાં મોઇશ્ચરાઈઝર લગાવો.

ડલ સ્કિન:

A494D81E 1384 4A43 995B 80056A2Cb520જો સ્કિન ડલ પડી ગઈ હોય તો ચમક માટે મડપેક લગાવી શકાય. ઘરગથું ઉપચાર તરીકે ચણાના લોટમાં દૂધ મેળવી થોડી વાર ચહેરા પર લગાવી ચહેરો સાદા પાણીથી ધોઈ લેવો.

સ્કિન ઈચિંગ:

Skyword Image 410695 સ્કિનમાં ઈચિંગનો પ્રોબ્લેમ હોય તો વોટરબેઝ વગરનું મોઇશ્ચરાઈઝર લગાવો ને બને તેટલી સ્કિનને ડ્રાય રાખો.વાળની સંભાળ: વરસાદમાં મોટાભાગે આપણે સ્કિન અને પગની જ સંભાળ રાખીએ છીએ પણ વાળ તરફ ધ્યાન આપતા જ ની. જો વાળ પ્રત્યે આ સિઝનમાં બેદરકારી રખાય તો વાળમાં પણ ઈન્ફેક્શન લાગી શકે છે. વરસાદમાં શક્ય હોય ત્યાં સુધી વાળને પલાળવા નહીં અને જો પલળી ગયા હોય તો તરત જ સારા શેમ્પૂ વોશ કરી કન્ડિશનર લગાવી દો. વાળ ભીના થવાથી હવામાંનાં રજકણો વાળના સ્કેલ્પમાં ચોંટી જાય છે અને તેનાથી વાળને નુકસાન થાય છે. બને ત્યાં સુધી વાળને કવર કરીને જ બહાર નીકળો. ભીના વાળને સૂકવવા માટે શક્ય હોય ત્યાં સુધી કાંસકાને બદલે આંગળીઓથી કોરા કરો.

પગની સંભાળ:

007ચોમાસામાં પગમાં વાઢિયા થઈ જવાની કે પછી ઈન્ફેક્શન વાની સમસ્યા સૌથી વધુ સતાવે છે. આ માટે મહિનામાં એક વખત પેડીક્યોર કરાવો તેમજ ઘરગથુ ઉપાય તરીકે ગરમ પાણીની બાલદીમાં શેમ્પૂ નાખી ૧૫ મિનિટ માટે તેમાં પગ પલાળી રાખો. બાદમાં સ્ટોની વાઢિયાને ઘસીને પગ કોરા કરી તેના પર વેસેલિન લગાવો અને મોજાં પહેરી લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.