Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટ શહેરના કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામે સરપંચ સહિતના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત ને ગઈ કાલે તાળાબંધી કરવામાં આવી હતી.તાજેતરમાંજ બે દિવસ પહેલા પડવલા ગામે તલાટી મંત્રી તરીકે મુકેશ પી. જાગાણીની નિમણુક કરવામાં આવી હતી.અને તલાટી મંત્રી રવિ જોશીની જેતપુર બદલી કરવામાં આવી હતી. પરંતુ પડવલા ગામના સરપંચ મજબૂતસિંહ જાડેજા સહિતના ગ્રામજનો તેમજ પડવલામાં કારખાના ધરાવતા ઇન્ડસ્ટ્રીઝ માલિકો દ્વારા નવા તલાટી મંત્રી જાગાણીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

પાવરની સર્વોપરીતા ? મંત્રીની ભલામણ યથાવત રહી: રવિ જોશીની કોટડા સાંગાણી તાલુકામાં રહેવાની ઈચ્છાને લઈ ડીડીઓએ વચલો રસ્તો કાઢ્યો

Img20220128112643

તલાટી મંત્રી રવિ જોશી ને 4 મહિના જેટલો સમય થયો હતો પરંતુ રાજકીય કિનાખોરીને કારણે તેમની બદલી કરી દેવામાં આવી હતી. જેના વિરોધમાં પડવલા ગ્રામ પંચાયતને તાળાબંધી કરવામાં આવી હતી.માત્ર એક જ કલાકમાં તંત્ર એ સમગ્ર અહેવાલ બાદ તાત્કાલિક તલાટી મંત્રી રવિ જોશીની બદલી અટકાવી હતી.જેની જાણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે સરપંચ મજબૂતસિંહ જાડેજાને ટેલિફોનિક વાતચીત દ્વારા કરી હતી. પરંતુ મળતી માહિતી મુજબ ગત રાત્રીએ ફરીથી રાજ્ય સરકારના મંત્રી નો ઈગો ઘવાતા અધિકારીઓ પર રીતસર વિફર્યા હતા.અને તલાટી મંત્રી જાગણીને પડવલા ગામમાં જ રાખવા તેમજ અન્ય જગ્યાએ ટ્રાન્સફર ન કરવા કહ્યું હતું .આ સમગ્ર મામલે ફરીથી પડવલા ગામે ગ્રામ પંચાયત કચેરીએ સરપંચ સહિતના ગ્રામજનો એકત્રિત થયા છે અને ફરીથી તાળાબંધી કરવી કે નહીં ? તેમજ આગામી શું રણનીતી ઘડવી તેનો નિર્ણય આજે સાંજ સુધીમાં લેવામાં આવશે તેવું સરપંચે જણાવ્યું હતું.

રાજકીય લડાઈમાં ગ્રામજનોએ ભોગવવાનું આવ્યું, ફરી તાળાબંધી વિશે નિર્ણય

માટે એકઠા થયા છીએ : મજબૂતસિંહ જાડેજા ( સરપંચ, પડવલા )

Img 20220128 Wa0037

વર્ષોથી પડવલા ગામ સમરસ રહ્યું છે.પડવલા ગામના સરપંચ મજબૂતસિંહ જાડેજાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તલાટી મંત્રી રવિભાઈ જોશી છેલ્લા 4 મહિનાથી અહીં ફરજ બજાવે છે.તેઓને વિના કારણે કિનાખોરી રાખી ને રાજ્ય સરકારના મંત્રીએ બદલી કરાવી નાખતા અમે ગ્રામ પંચાયતને તાળાબંધી કરી હતી.હાલમાં જ અમોને સમાચાર મળ્યા કે તલાટી મંત્રી રવિભાઈ જોશી ને હડમતાળા ખાતે પોસ્ટિંગ અપાયું છે જેથી અમે ફરી ગ્રામ પંચાયત ખાતે એકત્રિત થયા છીએ અને આગળ હવે ગ્રામજનોએ શું કરવું તેના વિશે આજ સાંજ સુધી અમે નિર્ણય લઈશું.

હાલ તો રાજકીય દાવપેચમાં પડવલાની પ્રજા પિસાઈ રહી છે. જોઈએ આગામી દિવસોમાં શું નિર્ણય આવે છે. પડવલાના ગ્રામજનોને અન્યાય થાય એ જરાપણ ચલાવી નહીં લેવાય. કોઈપણ બાબત હશે ગ્રામજનો સાથે મળીને જ નિર્ણય કરશે અને તેનું નિરાકરણ પણ લાવશે.

મંત્રી નો “ઈગો” ઘવાતા પડવલા ગામે જુના તલાટી મંત્રીના ભાઈનો થયેલો ઓર્ડર યથાવત રહ્યો

પડવલાના ગ્રામજનોના કહેવા મુજબ જુના તલાટી મંત્રી જોગાણીને તેના ભાઈ ને જ તલાટી મંત્રી તરીકે અહીં રાખવા હોઈ તેણે રાજકીય સબંધનો ઉપયોગ કરીને એક મંત્રીને ભલામણ કરી પોતાના ભાઈ મુકેશ જાગાણી નો ઓર્ડર કરાવ્યો હતો.મંત્રીએ પોતાની વગનો ઉપયોગ કરી તલાટી મંત્રી રવિ જોશીની બદલી કરાવી ને જાગાણી ને ત્યાં પોસ્ટિંગ અપાવ્યું હતું. જે સમગ્ર મામલાની જાણ થતા જ ગ્રામજનો એક થઈ ગયા હતા અને રાજકીય કિનાખોરીથી થયેલ તલાટી મંત્રી રવિ જોશીની બદલીના વિરોધમાં ગ્રામ પંચાયત ને તાળાબંધી કરી હતી.પરંતુ ગત રાત્રીના ફરીથી મંત્રી નો ઈગો ઘવાતા તંત્ર ને ચોખ્ખી ભાષામાં ભલામણ ચલાવવા તેમજ તલાટી મંત્રી જાગણી ને જ પડવલા ગામે પોસ્ટિંગ રાખવાનું કહેવાયું હોવાનું વિશ્વસનીય સૂત્રો માંથી જાણવા મળ્યું છે.હાલમાં તલાટી મંત્રી રવી જોશી ને હડમતાળામાં પોસ્ટિંગ અપાયું છે.

 

મારી બદલી કોટડા સાંગાણી તાલુકામાં જ કરવામાં આવે તેવી ડીડીઓ સમક્ષ રજૂઆત કરી હતી : રવિ જોશી ( તલાટી મંત્રી )

Screenshot 8 15

તલાટી મંત્રી રવિ જોશીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી બદલી કોઈ કારણોસર પ્રથમ જેતપુર કરવામાં આવી હતી જેથી ડીડીઓ સમક્ષ મે રજુઆત કરી હતી કે મારા પત્ની કોટડા સાંગાણી તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોઈ મને પણ કોટડા સાંગાણી તાલુકામજ ક્યાંય પણ મુકવામાં આવે .મને હડમતાળા મુકવામાં આવ્યો છે જે બદલ હું ડીડીઓ નો આભાર માનુંછું. પડવલાના ગ્રામજનોને લાગણી છે માટે મારા પોસ્ટિંગ ત્યાં ઈચ્છે છે.પરંતુ આ સરકારી પ્રક્રિયા છે .અધિકારીઓ જે હુકમ કરે તે શીરોમાન્ય હોઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.