Abtak Media Google News

‘ટાટ’ની પરીક્ષામાં ૧.૪૦ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે

શિક્ષણ ખુબજ વિકસતુ ક્ષેત્ર છે  જેમાં  પ્રાથમિક ધોરણના શિક્ષકોની માંગમાં વધારો જોવા મળ્યો છે.જો કે, પ્રાથમિક ધોરણના શિક્ષકો માટે પણ ‘ટાટ’ની પરીક્ષા ફરજીયાત કરવામાં આવી છે. ટીચીંગ માટે લેવાતી વિવિધ પરીક્ષાઓમાંથી સેક્ધડરી ટીચરોની પસંદગી ‘ટાટ’ નામની પરીક્ષા દ્વારા કરવામાં આવતી હોય છે. શિક્ષકો માટેની ‘ટાટ’ એટલે કે, ધ ટીચર એપ્ટિટયુટ ટેસ્ટ ૨૭મીએ લેવાનો નિર્ણય કરાયો છે. આ પરીક્ષામાં કુલ ૧.૪૦ લાખ શિક્ષકો ભાગ લેશે.

અગાઉ જુલાઈ ૨૭ના રોજ લેવાનારી ‘ટાટ’ની પરીક્ષા પેપર લીકના વિવાદોના કારણે મુલત્વી રાખવામાં આવી હતી. માટે બોર્ડે ગુજરાતી મીડિયમના ઉમેદવારો માટે આ પરીક્ષા સ્થગીત રાખી હતી.ટાટની પરીક્ષાના કેન્દ્રો રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ અને અમદાવાદ ‚રલમાં રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.