Abtak Media Google News

ટાટા કેમિકલ્સના ટેકનિશિયન રાજેશ સામાણીનું તાજેતરમાં નવી દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના શ્રમ એવોર્ડ સાથે સન્માન થયું હતુ છેલ્લા ૩૪ વર્ષથી ટાટા કેમિકલ્સમાં કામ કરતા રાજેશ સામાણીને આદરણીય ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકયા નાયડુના હસ્તે રાજય કક્ષાના કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સ્વતંત્ર હવાલો સંતોષ કુમાર ગંગવારની હાજરીમાં એવોર્ડ મળ્યો હતો. તેમને તેમની સાત્યપૂર્ણ કામગીરી તથા સલામતી, સ્વાસ્થ્ય અને પર્યાવરણ, શિસ્ત અને ટીમવર્કને બદલ આ એવોર્ડ એનાયત થયો હતો.

Advertisement

ટાટા કેમિકલ્સ, મીઠાપુરનાં વાઈસ પ્રેસિડન્ટ મેન્યુફેકચરીંગ મીઠાપુર બી.બી.કથપલિયાએ કહ્યું હતુ કે, રાજેશ સામાણીને ઉત્પાદકતા, ગુણવત્તા, સંશાધનોનાં સંરક્ષણ, કચરાની ઉપયોગીતા અને ખર્ચમાં ઘટાડામાં પ્રધાન કરવા બદલ એવોર્ડ નોમિનેટ કરવામાં આવ્યા હતા. પુરવાર થયેલી નવીન ક્ષમતાઓ અને સતત કાળજી સાથે પડકારો ઝીલવાની તૈયારીથી સોલ્યુશન મળ્યા છે. અને ખર્ચમાં બચત થઈ છે.

જેનાં કારણે શ્રમ એવોર્ડ માટે તેમને નોમિનેશન મળ્યું હતુ અમને ખુશી છે કે ભારતમાંથી શ્રમ એવોર્ડ માટે પસંદ થયેલ ૩૩૮ વકર્સમાં તેઓ એક છે. અને આ સન્માન બદલ હુ તેમને અભિનંદન આપું છું.

શ્રમવીર એવોર્ડમાં રૂ.૬૦.૦૦૦નું રોકડ ઈનામ અને પ્રમાણપત્ર સામેલ છે. આ પ્રસંગે રાજય કક્ષાનાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સ્વતંત્ર હવાલોએ વિજેતાઓને ખંતપૂર્વક કામ કરવાની સાથે તેમની કંપનીઓને પણ શ્રેષ્ઠ આપવા પ્રેરિત કરશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, દેશના આર્થિક વિકાસનો આધાર કામ પર છે. જેમાં કામદારો વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. જે દેશને મજબુત કરવા અને મજબુત રાષ્ટ્રનું નિર્માણ કરવા અસરકારક પગલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.