Abtak Media Google News

શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનપત્ર, શાલ અને પુરસ્કારની રકમ આપીને બિરદાવાયા

ડો.સર્વપલ્લી રાધાક્રિષ્નના જન્મદિન તા.૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રભરના તમામ જિલ્લા મથકે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનપત્ર, શાલ અને પુરસ્કૃત રકમથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપલેટા, વેરાવળ, જૂનાગઢ, ગાંધીધામ, હળવદ સહિત જિલ્લા-તાલુકા મથકે શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરવામાં આવ્યું હતું.

ઉપલેટા

Photogrid 1599422801182

ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસને ટીચર્સ ડે રૂપે ઉજવવામાં આવે છે. હાલ આ મહામારીમાં વિદ્યાર્થીઓ વગર માત્ર થોડા શિક્ષકોએ મળીને ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ સાથે આ કાર્યક્રમમાં દરેક શિક્ષકોને સર્ટીફીકેટ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપલેટા પી.આઈ કે.જે.રાણાએ શિક્ષકોને આ પરિસ્થિતિમાં સાચા શિલ્પકાર અને લડવૈયા ગણાવ્યા હતા. આ પ્રસંગે કડવા પટેલ સમાજના પ્રમુખ નીતિનભાઈ અઘેરા ખાસ ઉપસ્થિત રહીને શિક્ષકોને બિરદાવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાસંગિક ઉદબોધન અને સ્વાગત પ્રવચન સ્કુલના પ્રિન્સિપાલ માધુરીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ પણ પોતાના વિચારો રજુ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન માનસીબેન અને નિકિતાબેન દ્વારા કરવામાં આવ્યુંં હતું. એચડીએફસી બેન્ક દ્વારા સર્વે શિક્ષકોને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. બેંકના મેનેજર અમિત ઘેડિયાએ શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી અને સમાજના સાચા ઘડવૈયા ગણાવયા હતા. અંતમાં આભારવિધિ સ્કુલના ડિરેકટર રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી. સ્કુલના ચેરમેન શકિતસિંહ રાઠોડએ શિક્ષકોની કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતા.

ભુજ

Img 20200905 Wa0064

મુકતજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે કચ્છ જિલ્લાના ૨૪ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૦ અર્પણ કરવામાં આવ્યા હતા તાલુકા કક્ષાના ૨૦ અને જિલ્લાકક્ષાના ચાર મળી કુલ ૨૪ શિક્ષકોને સન્માનપત્ર, શાલ અને પુરસ્કૃત રકમથી સન્માનિત કરાયા હતા. શિક્ષકોને સન્માનવાની ગૌરવક્ષણે રાજયમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, સર્વશ્રેષ્ઠ સમાજ નિર્માણ ગુરૂજનોની તાકાત છે. શિક્ષણ અને કેળવણીના માધ્યમથી અનેક લોકોના જીવનને ઉજાસ તરફ લઇ જનારા શિક્ષકોને સન્માનિત કરી સમાજ ગૌરવ અનુભવે છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી જે.પી.પ્રજાપતિએ આભારવિધિમાં કચ્છ જિલ્લાની શિક્ષણ સિધ્ધિઓ રજુ કરતાં આ તકે આનંદ વ્યકત કર્યો હતો કે રાજયસ્તરે આજે કચ્છના ચાર શિક્ષકો મુખ્યમંત્રીના  હસ્તે સન્માનિત થશે જેમાં અશોકભાઇ પરમાર ભુજ, પ્રજ્ઞાચક્ષુ શિક્ષક હિમાંશુ સોમપુરા માધાપર તાલુકો ભુજ, ગાંધીધામના પ્રજ્ઞેશભાઇ દવે અને માંડવીના મોહનભાઇ દવેનો સમાવેશ થાયો છે આ શિક્ષકોને શાલ પ્રશસ્તિપત્ર અને રૂ.૫૧ હજાર રોકડા આપી સન્માનિત કરવામાં આવ્યા છે આ સાથે તેમણે સન્માનિત ૨૪ શિક્ષકોનો એનાયત પરિચય આપ્યો હતો.

દીવ

Img 20200906 Wa0036

જ્યારે લોકડાઉન અને અનલોક દરમિયાન બધા જ શાળા કોલેજ બંધ રહ્યા પરંતુ તેના વિકલ્પમાં સરકારે ઓનલાઇન અભ્યાસ કરાવવા માટે નિર્ણય લીધો જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં અને સમયનો સદુપયોગ થાય પરંતુ ઓનલાઇન અભ્યાસ કરવા માટે બાળકોને વિડીયો કઈ રીતે જોવો અને અભ્યાસ કરવો તે માટે દીવ-દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક તેમજ એજ્યુકેશન ડિપાર્ટમેંટ દીવ ના એ ડી ઈ ડી મન્સુરીના માર્ગદર્શન હેઠળ અહીંની ગવર્મેન્ટ હાયર સેક્ધડરી સ્કુલ ના શિક્ષકો જયેશ સોલંકી, રાકેશ મકવાણા, દિવ્યેશ બારીયા અને જયંત બામણીયા એ ખુબજ જહેમત ઉઠાવી ઈ-જ્ઞાન મિત્ર એપ્લિકેશન મારફતે વાડી વિસ્તાર તથા વણાકબારા નાના બાળકોને વિડીયો વધુને વધુ જોવા સક્રિય રહે અને અભ્યાસ કરતા રહે તેવું માર્ગદર્શન આપી અનોખી રીતે શિક્ષક  દિવસ ઉજવ્યો હતો તેમજ નાગવા શાળાના આચાર્ય જયંતિલાલ પટેલે શ્રદ્ધાસુમન સાથે ડોક્ટર રાધાકૃષ્ણ ના જીવન વિશે દરેક શિક્ષકોને માહિતગાર કર્યા અને તેમના જીવનમાંથી પ્રેરણા લઈને જીવન જીવવા માટે ઉપયોગી માહિતી વિદ્યાર્થીઓને આપવામાં તેમજ આ શાળાના શિક્ષક ગોળ નરેન્દ્ર બામણીયા વાજિદ ગાજી લક્ષ્મીકાંત, લીલાવંતી બામણીયા એ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી આ શિક્ષક દિન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

હળવદ

Img 20200905 Wa0093

હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ કુમાર ક્ધયા શાળાના શિક્ષકની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકની યાદીમાં પસંદગી થઇ હતી.જ્યારે માનસર પ્રાથમિક શાળાના શિક્ષકની તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક ની યાદીમાં પસંદગી થઇ હતી જેથી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકની યાદીમાં પસંદગી પામેલ નવા ઘનશ્યામગઢ  ક્ધયા શાળાના શિક્ષકને આજે રાજ્યપાલના હસ્તે સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.જ્યારે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકની યાદીમાં પસંદગી પામેલ માનસર પ્રાથમિક શાળાના શિક્ષકને મોરબી જિલ્લા ખાતે ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. હળવદ તાલુકાના માનસર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક વિમલકુમાર પટેલની તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતાં તેઓને સર્વેશ્રીઓએ ચેક અર્પણ કરી શાલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.આમ આ વર્ષે હળવદમાં સરકારી શાળાના બે શિક્ષકો તાલુકા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક ની યાદીમાં પસંદગી પામ્યા છે.તે હળવદ પંથક માટે ગૌરવની બાબત છે.

વેરાવળ

Shikshak Din Photos 4

૫ મી સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિત્તે સરકારી બોયઝ હાઇસ્કુલ વેરાવળ ખાતે રાજ્ય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા અને મહાનુભાવોના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરાયું હતું. જેમાં ઉના તાલુકામાં, રાણવશી પ્રામિક શાળાના ભાલીયા ઈન્દુબેન કાળુભાઈ, તાલાળા તાલુકામાં રમરેચી પ્રામિક શાળાના ભૂત નિકુંજ જમનાદાસ અને રાતીધાર પ્રામિક શાળાના વાઢેળ કૃષ્ણહર્ષ એલ. તેમજ કોડીનાર તાલુકામાં છારા ક્ધયા શાળાના કામળીયા કાળાભાઈ એચ.ને શાલ, પ્રમાણપત્ર અને રોકડ પુરષ્કારી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલોંધરા, અગ્રણી ડાયાભાઇ જાલોંધરા, ધીરૂભાઇ સોલંકી, જિલ્લા પ્રામિક શિક્ષણઅધિકારી એન.ડી. અપારનાી, જિલ્લા શિક્ષણાધિકારી રાજેશકુમાર આર. ડોડીયા સહિતના મહાનુભાવો અને શિક્ષકો સહભાગી યા હતા.

જસદણ

Img 20200905 Wa0063

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા આપવામા આવતો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ આજે રાજકોટ ખાતે શિક્ષકોને આપવામાં આવેલ જે પેકી અમરાપુર સીમ ૧ પ્રાથમિક શાળામાં ઉત્સાહથી ફરજ બજાવતાં શિક્ષિકા ભાવિશાબેનને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતાં જસદણ વીંછીયા પંથક સહિત સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ માધ્યમો દ્વારા અભિનંદન મળી રહ્યાં છે રાજકોટ ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહમાં મંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે શિક્ષણ તંત્રના મહાનુભવોની હાજરીમાં આ એવોર્ડ એનાયત થયો હતો. નોંધનીય છે કે ભાવિશાબેન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સુપુત્રી છે ઉલ્લેખનીય છે કે ભાવિશાબેન પછાત વિસ્તારના વિદ્યાર્થીઓમાં અંગત રસ દાખવી બાળકો માટે વધું સમય ફાળવે છે.

જુનાગઢ

Img 20200905 Wa0123

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્રારા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લા કક્ષાના ૨ અને તાલુકામાંથી ૫ મળી કુલ ૭  શ્રેષ્ઠ શિક્ષકોને  શિક્ષક દિનના દિવસે મહાનુભાવોના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા. તા. ૫ સપ્ટેમ્બરને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ, આ દિવસને દેશ શિક્ષક દિન તરીકે ઉજવે છે, ત્યારે  જુનાગઢના સ્વામીનારાયણ ગુરૂકુળ, ખાતે જિલ્લા તથા તાલુકાના ૭ શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાત સરકાર અને જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા  આયોજિત શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહમાં માંગરોળ તાલુકાની ભાટગામ પ્રાથમિક શાળાના શિક્ષક નરેશભાઈ શુકલને  જિલ્લા કક્ષાએ પ્રથમ, જ્યારે બરવાળા માધ્યમિક શાળાના શિક્ષક શેલડીયા મગનલાલને દ્રીતીય  ક્રમે એવોર્ડ આપવામાં આવ્યા હતા. જ્યારે ભેસાણ તાલુકાના ઢોળવા પ્રાથમિક શાળાના દિલીપકુમાર મકવાણા, ઉમરાળી પ્રાથમિક શાળાના અમિતભાઈ, માળિયા તાલુકાના વિસણવેલ પ્રાથમિક શાળાના પરેશગીરી મેઘનાથી, કેશોદ તાલુકાના પ્રાથમિક શાળાના તેજસકુમાર મહેતા તેમજ વંથલી તાલુકાના કૃણાલ મારવાણિયાની તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક જાહેર થતા તમામ શ્રેષ્ઠ શિક્ષકને પુરસ્કાર ચેક અર્પણ કરી સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. સાથોસાથ વર્ષ ૨૦૧૯-૨૦ માં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થયેલ  સ્વ. કે.જી. ચૌહાણ ક્ધયા વિદ્યાલય જૂનાગઢને સન્માન પત્ર અને એક લાખ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.  આ તકે મેયર ધીરૂભાઈ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઈ કરમટા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, કલેકટર ડો. સૈારભ પારઘી, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન ભારતીબેન કુંભાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.જી. જેઠવા, તથા જિલ્લા શાળા સંચાલક મંડળ, આચાર્ય સંઘ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ તથા સરકારી શિક્ષક સંઘ તેમજ પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

દામનગર

Img 20200906 Wa0005

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા ની માંડવી કેન્દ્રવર્તી શાળાના શિક્ષક રમેશભાઈ નાનજીભાઇ પરમાર જેઓને ૨૦૨૦ ના રાજ્યના બેસ્ટ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પોતાના જીવનના ૨૩ વર્ષ સતત કાર્યશીલ રહીને નળિયાવાળી શાળામાંથી આલીશાન શાળાનું નિર્માણ કરી તેની અંદર જરૂરિયાત મુજબની તમામ સુવિધા સરકારી શાળા શ્રેષ્ઠ શાળા બનાવી છે. તેઓની શાળાની અંદર અનેક વિધ કાર્યક્રમો ઉત્સવોની ઉજવણી થાય છે, બાળકો સ્પર્ધા ની અંદર  નામના મેળવે છે, રાજ્ય લેવલ સુધી વિજ્ઞાન મેળા ઇનોવેશનમાં શાળા આગળ હોય છે. રમેશભાઈ પોતાની શાળાના વિકાસ માં સતત પ્રયત્નશીલ રહે છે.કોરોના મહામારી વચ્ચે પણ જ્યારથી લોકડાઉન છે, ત્યારથી આજ સુધી તેઓ એક પણ રજા મુકેલ નથી અને સતત બાળકોના શિક્ષણ કેમ થાય તેની ચિંતા કરનારા છે.  એમના જીવનમાં અનેકવિધ એવોર્ડ  પૈકીનો આ રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ રાજ્યપાલ  સાહેબના હસ્તે એનાયત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.