Abtak Media Google News

પશ્ચિમ રેલવે મંડળની ૧૧ ટીમોએ લીધો હતો ભાગ

પશ્ચિમ રેલવે મંડળના તમામ મંડળો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું મુંબઈના મહાલક્ષ્મી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઈન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.જેમાં પહેલ વર્કશોપની ટીમને હરાવીને રાજકોટ મંડળની ટીમ ટુર્નામેન્ટ ચેમ્પિયન બની હતી.આ ટુર્નામેન્ટમાં મુંબઈ, વડોદરા,અમદાવાદ, ભાવનગર, રતલામ રાજકોટ, પહેલ વર્ક્રશોપ, મહાલક્ષ્મી વર્કશોપ, પ્રધાન કાર્યાલય ચર્ચગેટ, દાહોદ વર્કશોપ તથા રેલવે સુરક્ષા બળે મળીને કુલ ૧૧ ટીમોએ ભાગ લીધો હતો.ફાઈનલ મેચમાં રાજકોટ મંડળે કુલ ૧૬૫ રન બનાવ્યા હતા.જયારે પરેલ વર્ક્રશોપની ટીમે  ૧૪૦ રન પર ઓલ આઉટ થઈ હતી રાજકોટ રેલવે મંડળના મેનેજર પરમેશ્ર્વર ફુંકવાલે તમામ ખિલાડીઓને શાનદાન પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે રાજકોટ મંડળના સ્પોર્ટસ એસોસિએશનના સેક્રેટરી અભિનવ જેફ, વરિષ્ઠ મંડળના રવિન્દ્ર શ્રીવાસ્તવ,અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારી, ટીમ મેનેજર સી.બી.જાડેજા, પૂર્વ રણજી ખિલાડી સંદિલ નટકન હર્ષદ જોશી, ફિરોઝ બાંભણિયા, પ્રતિક મહેતા, સંદીપ જોબન પુત્રા, અતુલ કારીયા તથા દેવેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.