Abtak Media Google News

અમદાવાદના વસ્ત્રાપુરની આરએએફના ૧૦૦ જવાનની એક કંપની દ્વારા શહેરના રૈયાધાર, રામાપીર ચોકડી અને સાધુવાસવાણી રોડ સહિતના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યુ હતું. આરએએફના જવાનોની ટ્રેનિંગ પુરી થતા તેઓના ટ્રેનિંગના એક ભાગ રૂપે આરએએફના કમાન્ડર રામાનંદ પ્રસાદ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં તા.૪ ફેબ્રુઆરીથી તા.૧૦ ફેબ્રુઆરી સુધી જુદા જુદા પોલીસ મથકના સ્ટાફ સાથે ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

Img 20200208 Wa0014

આરએએફના ૧૦૦ જવાનો દ્વારા જંગલેશ્ર્વર, બાબરીયા કોલોની અને કોઠારિયા રોડ પર ફૂટ પેટ્રોલીંગ બે દિવસ પહેલાં કર્યા બાદ ગઇકાલે શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.