Abtak Media Google News

મોરબી જિલ્લાના તમામ અધિકારીઓને તકેદારી રાખવા કલેકટરની તાકીદ

આગામી તા.૫ ને શનિવાર સુધી રાજ્યભરમાં તાપમાનનો પારો ૪૮.૫ ડીગ્રી સુધી પહોંચવાની આગાહી છે. જેથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે મોરબી જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓને આ અંગે જાહેર તકેદારી રાખવાના સૂચનો કર્યા છે.

Advertisement

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૩ , ૪ અને ૫ ના દિવસોમા હિટવેવ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તા.૫ સુધી તાપમાન ૪૫.૧ થી ૪૮.૫ ડીગ્રી સુધી રહેવાની સંભાવના છે. જેના પગલે મોરબી કલેક્ટરે જિલ્લાના તમામ અધિકારીઓને પરિપત્રથી જાણ કરી રેડ એલર્ટ અંગે તકેદારીના પગલાં લેવાનો આદેશ કર્યો છે. ઉપરાંત નગરજનો જોગ મહત્વના સૂચનો જાહેર કર્યા છે.

તા.૫ સુધીના હિટવેવને પગલે કલેક્ટરે તમામ અધિકારીઓને પરિપત્રથી જણાવ્યું હતું કે નગરજનોએ દિવસભરમાં ૬ થી ૭ લીટર પાણી પીવું, વધું પડતા તડકામાં બપોરે ૧૧ થી ૪ દરમિયાન બહાર ન નિકળવુ વગેરે જનજનગૃતિ ફેલાવવી. વધુંમાં હીટવેવના કારણે કોઈ પણ જાનહાની ન થાય તેનું ખાસ ધ્યાન રાખવુ. હીટવેવના કારણે કોઈપણ મૃત્યુ કે અકસ્માત નોંધાય તેવા સંજોગોમાં અત્રેના ડીઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે ૧૦૭૭ ઈમરજન્સી હોટલાઈન, ૨૪૩૩૦૦ લેન્ડલાઈન પર જાણ કરવાની રહેશે. હીટવેવને લગતી તમામ માહિતી જિલ્લા કક્ષાના હીટવેવ પ્લાનમાંથી મેળવી લેવાની રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.