Abtak Media Google News

શ્રીદેવી વતી તેમના પરિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવેલો આ એવોર્ડ સ્વીકાર્યો

65મી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં, બોની કપૂર ગુરુવારે તેમની પુત્રી જાહ્નવી કપૂર સાથે આવ્યા હતા.  શ્રીદેવીને તેણીની છેલ્લી ફિલ્મ ‘મોમ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Boney Kapoor Janhvi Kapoor And Khushi Kapoor Receive Best Actress Award For Mom On Behalf Of Late Sridevi Featuresશ્રીદેવી વતી તેમના પરિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવેલો આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ સમારંભમાં, શ્રીદેવીની પુત્રી જાહ્નવી તેની માતાની સાડીમાં પહોંચી હતી. તે આ સાડીમાં જાહ્નવી હુબેહુ તેની માતા જેવી લાગી રહી હતી.

♥️

A post shared by Manish Malhotra (@manishmalhotra05) on

એક અભિનેત્રી તરીકે, એક મનુષ્ય અને મિત્ર તરીકે, અમે પણ તેમને જીવનમાં દરરોજ યાદ કરીએ છીએ. આ લાગણીશીલ અને પ્રસંગોપાત્ત પ્રસંગે જાહ્નવી તેની માતાની સાડીમાં ઉપસ્થિત રહી હતી. ‘

 ફેશન ડિઝાઇનર અને શ્રીદેવીના નજીકના મિત્ર મનીષ મલ્હોત્રાએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. મનીષે જાહ્નવીનો ફોટો શેર કરાવતા કહ્યું હતું કે, “જાહ્નવી કપૂર શ્રીદેવીની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ‘મોમ’ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર સ્વીકારતી વખતે, તે આ એવોર્ડની સાચી હકદાર લાગી રહી હતી.” આમ, શ્રીદેવીએ આ જગમાથી વિદાઇ લઈને પણ તેની છેલ્લી ફિલ્મ ‘મોમ’ માટે  રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.