Abtak Media Google News

પર્યટન સ્થળ સાસણ માથી મેંદરડા પોલીસે છાપો મારી ૧૦ શકુનીઓને પાના ટિચતા પકડી પાડી, સવા લાખનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરતાં જુગારી આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

મેંદરડાથી ૨૭ કીમી દુર સાસણ ગામની સીમમા હાજી કાસમભાઇ જામ (ઉ.વ. ૪૫)ના કબ્જા ભોગવટા વાળી વાડીના બંધ મકાનમા બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી તીન પતિ નામનો રોન પોલીસ નામનો જુગાર પૈસાની હારજીત કરી રમી રમાડતા હોવાની બાતમીના આધારે મેંદરડા પોલીસે દરોડો પાડી, રોકડા રૂ.૪૬૬૧૦, મોબાઈલ ફોન-૮ તથા ૨ મોટર સાયકલ મળી કુલ મુદામાલ રૂ.૧,૨૫,૬૧૦ સાથે ૧૦ શખ્સોને ઝડપી લઇ, જુગારધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.