Abtak Media Google News

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ ક્રિકેટને લોકપ્રિય બનાવવા ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે ઈન્ટરનેશનલ લીગને મંજૂરી આપી દીધી છે. આઈસીસી જાહેર કરવામાં આવેલી ટેસ્ટ સિરીઝ લીગમાં 9 ટીમો ભાગ લેશે. હાલ ટેસ્ટ રમતા હોય તેવા 12 દેશો છે. આ લીગ હેઠળ પ્રત્યેક ટીમોએ 2 વર્ષમાં 6 સિરીઝ રમવાની રહેશે. આ 6 સિરીઝમાંથી 3 ઘરઆંગણે અને 3 વિદેશી ધરતી પર રમાશે. આ ટેસ્ટ લીગ 2019-20માં રમાશે, જોકે તેનું સંપૂર્ણ શેડ્યૂલ હજુ તૈયાર થયું નથી. આ લીગ રમી ક્રિકેટ ટીમો વર્લ્ડ કપમાં પણ એન્ટ્રી કરી શકશે. ટેસ્ટ લીગ બાદ વનડે લીગમાં આઈસીસીના તમામ 12 ફૂલ મેમ્બરશિપ ધરાવતા દેશોની ટીમો અને આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપની વિજેતા ટીમ ભાગ લેશે. 4 દિવસીય ટેસ્ટ થકી ટેસ્ટ ટીમોને વધુ મેચો રમવાની તક મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.