Abtak Media Google News

યુવાન પોતાની વાડીમાં જતા બે શખ્સોએ હથિયાર વડે માર માર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે  થાનગઢ પંથકના પેટાળમાંથી પુષ્કળ પ્રમાણમાં કોલસો મળી આવે છે ત્યારે આ કોલસાની બેફામ રીતે ચોરી કરી અને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા ખનીજ માફીઆઓ બેફામ બનતા જઈ રહ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. થાનના ભાડુલા વિસ્તારમાં યુવક ઉપર બે શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ  થાન ના ભાડુલા વિસ્તારમાં માલિકીની વાડી દેવાંગભાઈ પાટડીયા ગયા તે સમયે તેમના ઉપર બે શખ્સોએ જીવને હુમલો કર્યો છે ઉલ્લેખનીય છે કે વાડીમાં જતા યુવકને હુમલામાં ગંભીર ઇજાઓ પહોંચી છે તાત્કાલિક પણે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે   આ જ વિસ્તારના બે લોકો દ્વારા હુમલો કરવા માં આવ્યો છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ વાડીના માલિક યુવક પોતાની વાડીમાં પણ છેલ્લા દોઢેક વર્ષથી ન જઈ શકતા હોય અને ત્યારબાદ ગયા હોય અને તેમના ઉપર જીવલેણ હુમલો થયા હોવાનું પણ સામે આવ્યું છે.

ત્યારે આ મામલે પોલીસ કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા છે કારણ કે આવા આવારા તત્વો ગૌચર જમીન બાદ હવે કોઈની માલિકીની જમીનમાં પણ ગેરકાયદેસર પ્રવેશ મેળવી અને બેફામ રીતે ખનીજ ચોરી કરતા હોવાની રાવ ફરિયાદ ઉઠી છે ત્યારે સરકાર દ્વારા લેડ ગ્રેબિંગ નો કાયદો તો અમલમાં કરી નાખવામાં આવ્યો છે પરંતુ ગુનો ક્યારે દાખલ થશે આવા આવારા તત્વો ઉપર કારણ કે ગૌચર જમીનો ઉપરાંત હવે માલિકીની જમીનોમાં પણ હવે ગેરકાયદેસર રીતે થાન પંથકમાં બેફામ રીતે કોલસાનું ખનન થઈ રહ્યું છે.

ત્યારે જાણે આવા ખનીજ માફિયાઓમાં ખાખીનો ભય જ ન રહ્યો હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે ત્યારે હવે પોલીસ તંત્ર આવા હુમલાખોર માફીઆઓ સામે ક્યારે કાર્યવાહી કરશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે માલિકીની વાડીમાં યુવક ગયો પરંતુ તેને ઢોર મારવામાં આવ્યો છે હથિયાર થી હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે ગુનો પણ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને પોલીસ તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરે તેવી માંગણી પણ કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.