થાનગઢ મામલતદારે કોરોના દર્દીઓના ઘરે જઈ મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવી ખબર અંતર પૂછ્યા

દર્દીઓને શુભેચ્છા પત્ર સાથે ફળોની ભેટ આપી આરોગ્ય સુવિધા નિયમિત મળે છે કે નહીં તે અંગેની જાણકારી મેળવી

કોરોના સંક્રમિત નાગરિકોનો થાનગઢ મામલતદાર આર.એસ.લાવડીયા તથા ચિફ ઓફિસર  અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમના નિવાસસ્થાને સંપર્ક કરવામાં આવેલ અને તેઓને આરોગ્ય ટીમ દ્વારા નિયમિત રીતે સારવાર મળી રહે છે કે કેમ ? તેની તપાસ કરવામાં આવેલ. કોરોના  સંક્રમિત નાગરિકો એ પોતાને આરોગ્ય ટીમ દ્વારા દરરોજ સંપર્ક કરી સારવાર કરવામાં આવે છે અને આરોગ્ય ટીમ દ્વારા મળતી સારવાર થી ખુશ જણાયેલ હતા.

વધુમાં કોરોના સંક્રમિત નાગરિકોને પુષ્પગુચ્છ આપી તેમજ શુભેચ્છા-પત્ર રૂબરૂમાં આપવામાં આવેલ .સાથોસાથ આરોગ્યવર્ધક ફળો પણ  આપવામા આવેલ. અને ડોક્ટરોની સલાહ સૂચનો મુજબ અમલ કરી , કોરોના સામેની લડાઈમાં જીત મેળવો તેવી શુભકામનાઓ પાઠવવામાં આવેલ. સાથોસાથ મકરસંક્રાંતિ ના પર્વ નિમિત્તે તેઓની જિંદગી રૂપી પતંગ ખૂબ ઊંચે ઉડે તેવી દીર્ઘ આયુષ્યની મનોકામના પાઠવવામાં આવેલ અને નાગરિકોએ તાલુકા વહીવટી  તંત્ર થાનગઢ તથા રાજય સરકારની કોરોના સામેની લડાઈની કામગીરીની  પ્રશંસા કરી ,અહોભાવ વ્યક્ત કર્યો હતો.