Abtak Media Google News

મશીન સહિતના સાધનો જપ્ત કરતા માઇલ્સ સુપરવાઇઝર અને પોલીસ સાથે બોલાચાલી કરતા પાંચ શખ્સો સામે નોંધાતો ગુનો

થાનગઢ પોલીસ સ્ટેશને સુરેન્દ્રનગર ભુસ્તર અને ખનીજ ખાતાના માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા નૈતીકભાઇ કણજારીયાએ ફરીયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં જણાવ્યા મુજબ થાન-રુપાવટી રોડની ડાબી બાજુએ જતા ભાડુલા વિસ્તારમાં સરકારી પડતરજમીનમાં ગેરકાયદેસર કુવા ખોદી કાર્બોસેલનું ખનન વહન સંગ્રહ કરી ચોરી થતી હોવાની ફરીયાદ મળી હતી.આથી કાર્યવાહી કરવા સુરેન્દ્રનગર ભુસ્તર વિભાગના કર્મચારીઓએ થાન પોલીસની મદદલઇ દરોડો કર્યો હતો.

જ્યાં કાર્યવાહી દરમિયાન પાંચ શખ્સોએ આવી જેસીબી મશીન સહિત સાધનો સીઝ અંગે બોલાચાલી કરી હતી.જ્યારે સરકારી ગાડીની ચાવી છીનવી લઇ જઇ જેસીબી મશીનના ગાર્ડતરીકે રાખેલા સીક્યુરીટી ગાર્ડના કર્મચારીઓ તથા પોલીસ કર્મચારી ઇન્દ્રજીતસિંહ રાજેન્દ્રસિંહ પરમાર સાથે બોલાચાલી કરી તેમની ફરજમાં રૂકાવટ કરી હતી.

આથી થાન જોગઆશ્રમ પાસેના રહીશ ભાયાભાઇ કરમશીભાઇ માલકીયા, થાનના ભરતભાઇ રમેશભાઇ અલગોતર, થાન ભોયરા વિસ્તારના લાલાભાઇ કાળુભાઇ ભરવાડ, મયુરભાઇ રમેશભાઇ ભરવાડ, મયુરભાઇ રમેશભાઇ ભરવાડના સામે ફરીયાદ નોંધી વધુ તપાસ પીઆઇ કે.બી.વિહોલ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.