Abtak Media Google News

અસ્મીતા, સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. તરણેતરના મેળાની તૈયારી તડામાર ચાલી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે આ લોકમેળો ખુલ્લો મુકાશે. ત્યારે આજ રોજ લોકો દ્વારા પ્લોટ માટે આ મેળામાં બોલી લગાડવામાં આવી હતી.

Screenshot 1 38

ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. આ મેળો તારીખ 31 થી 3 તારીખ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ચોથ ના દિવસે બાવન ગજની ધજા ચડાવા માં આવે છે.

Screenshot 3 22

આ મેળાના આયોજન માટે આજે તરણેતરમાં પ્લોટીંગ માટે હરાજી કરવામાં આવી હતી જયારે આ મેળામાં પ્લોટીંગ રાખવા માટે દૂર દૂર થી લોકો બોલી લાગવા આવ્યા હતા. છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે આ મેળો બંધ રાખવામાં આવ્યો હતો એટલે આ વર્ષે લોકોએ સારી એવી બોલી લાગવી હતી. જયારે આ હરાજીમાં તરણેતર ગામ ના સરપંચ તાલુકા ના ટી.ડી.ઓ, મામલદાર તેમજ અન્ય અધિકારી ઓ હાજર રહ્યા હતા અને આ હરાજી શાંતિ પૂર્વક પૂર્ણ કરવા માં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.