Abtak Media Google News

તાલુકા મામલતદાર સુમરાએ પોલીસ કાફલાને સાથે રાખી ખરાબાને ફરતે કરાયેલ દીવાલ તોડી પાડી

મોરબીના રવાપર ગામે ૧૨ વીઘાના સરકારી ખરાબામાં વિવાદાસ્પદ ધર્મસ્થળ માટે કરવામાં આવેલું દબાણ તાલુકા મામલતદાર સુમરાએ ખુલ્લું કરાવ્યું હતું. મામલતદારે પોલીસ સ્ટાફને સાથે રાખી ખરાબાને ફરતેની દીવાલ તોડી પાડી હતી.

Img 20180516 Wa0037મોરબી તાલુકાના રવાપર ગામે આવેલી સરકારી ખરાબાની ૧૨ વીઘા જેટલી જમીન પર અમુક ઈસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. તાલુકા મામલતદાર સુમરાએ પોલીસના કાફલા સાથે આ દબાણને ફરતી કરવામાં આવેલી દીવાલ જેસીબી મારફત તોડી પાડી હતી.

Img 20180516 Wa0040તાલુકા મામલતદાર સુમરાએ રવાપર ગામમાં ૧૨ વીઘા સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણ ખુલ્લું કરાવ્યું હતું. જેને પગલે સમગ્ર તાલુકામાં સરકારી જમીન પર પેશકદમી કરનાર ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.