Abtak Media Google News
 બાબરા તાલુકાના અમરાપરા ગામમાં આવેલ સ્વામીનારણ મંદિરના પાછળના ભાગેથી ૧૧ વર્ષની બાળકીનું બે આરોપીઓ અપહરણ કરી લઇ જતાં હોય અને રસ્તામાં આરોપીઓને અમરાપરા ગામમાં રહેતાં લાભુભાઇ પટેલ સામે મળતાં તેને અપહરણ કરી લઇ જતાં હોય તેવી શંકા જતાં તેણે આ ૧૧ વર્ષ ની બાળકીને બચાવી લીધેલ હતી અને આ ૧૧ વર્ષની બાળકીએ બે આરોપીમાંથી એક આરોપીનો મોબાઇલમાં ફોટો દેખાડતાં જણાવેલ કે આ વ્યક્તી મને લઇને ગયેલ હતો જેથી તે બાબતે બાબરા પો.સ્ટે.માં અપહરણની ફરીયાદ નોંધી મ્હે. પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી નાં શ્રી નિર્લીપ્ત રાય સાહેબનાંઓ તથા ના.પો.અધિ.સાશ્રી અમરેલી વિભાગના મોણપરા સાહેબ તથા દેસાઇ સાહેબના તથા સર્કલ પો.ઇન્સ. આઇ.વી.રબારી સાહેબનાઓની સુચના અને માર્ગદશન હેઠળ બાબરા પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. પી.એન.મોરી સાહેબ તથા સાથેના પો.કર્મચારીઓ જેમાં રાઇટર એ.એસ.આઇ. અરવિંદભાઇ કટારા તથા રાઇટર કોન્સ. રવિરાજસિંહ ઉદયસિંહ તથા પરવેઝભાઇ મહમંદભાઇ તથા પો.કોન્સ. ઘનશ્યામસીંહ નાથુભા તથા પો.કોન્સ. પ્રકાશભાઇ રાવતભાઇ એ રીતેના પો.સ્ટાફે આફોટા વાળો વ્યક્તીનું કોણ છે અને તેના નામ નબુદ વિશે તપાસ કરી હતી.
00 1
તપસ મુજબ તે મુળ ખંભાળા ગામનો હસમુખભાઇ રમેશભાઇ મેણીયા હોવાનું માલુમ પડેલ અને બાતમી મળેલ કે હાલ તે બાબરા ગામે ઝાંબની સીમ વિસ્તારમાં હાજર છે જેથી ત્યાં જઇ આરોપીને ઝડપી લીધેલ અને ત્યાર બાદ તેના સહઆરોપી વિશે પુછપરછ કરતાં તે જામબરવાળા ગામે હોવાનું જણાવેલ અને તેનું નામ કલ્પેશભાઇ ધીરૂભાઇ મકવાણા રહે.મેઘોડીયા તા.ગઢડાવાળો હોવાનું જણાવેલ જેથી જામબરવાળા ગામે જઇ તુર્તજ આરોપી નં.-૦૨ ને ઝડપી પાડેલ અને આ સમગ્ર કામગીરી ગણતરીની કલાકોમાં જ બાબરા પોલીસે કરી બંને આરોપીને ઝડપી પાડી બંને આરોપીને સર્કલ પો.ઇન્સ. બાબરાનાઓને સોંપી ધોરણસર કાર્યવાહી કરી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.