Abtak Media Google News

શહેરના ભકિતનગર વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી ગોંધી રાખી આઠ દિવસ સુધી દુષ્કર્મ ગુજારનાર સાગર ગોવિંદભાઈ ગમારા સામે પોકસો એકટની કલમ હેઠળ ભોગ બનનારના પિતાએ ફરિયાદ નોંધાવતા ભકિતનગર પોલીસે અટક કરી સેશન્સ કોર્ટમાં જામીન ઉપર છુટવા માટેની અરજી દાખલ કરેલી. આ અરજીના અનુસંધાને મુળ ફરીયાદીના વકીલ દ્વારા લેખીત વાંધા રજુ કરવામાં આવેલા અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલા અને સરકાર તરફે પણ તપાસનીશ અધિકારીએ સોગંદનામું કરેલું હતું.

Advertisement

હાલના આરોપીએ સરકાર તરફે કરાયેલી અન્ય સહ આરોપી રવિ દ્વારા ભોગ બનનાર પીડીતાનું અપહરણ કરી પ્રથમ સાધુ વાસવાણી રોડ ઉપર ત્યારબાદ ભાણવડ મુકામે સહઆરોપીના ઘરે સગીરાને લઈ જઈ અને સગીરાની ઈચ્છા વિરુઘ્ધ શરીર સંબંધ બાંધેલો છે અને સગીરાને ધમકી આપીને મારી નાખીશ તેવી ધમકી આપેલી તેવું ભોગ બનનારના નિવેદનમાં સ્પષ્ટપણે દર્શાવેલું હોય. ભરવાડ સાગર ગમારા પ્રાથમિક રીતે જ સગીરા ઉપર બળાત્કારનો ગંભીર ગુન્હાનો આક્ષેપ છે હાલ આ કામની તપાસ ચાલુ છે. જામીન ઉપર છુટવા હકકદાર નથી તેવી રજુઆતને ધ્યાનમાં લઈ એડી.સેશન્સ જજે સાગર ગમારાની જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ અતુલભાઈ જોષી અને મુળ ફરિયાદીના એડવોકેટ તરીકે મુકેશભાઈ દેસાઈ રોકાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.