Abtak Media Google News

ફોર્બ્સ દ્વારા જાહેર કરાઈ ટોપ-૧૦ યાદી 

ફોર્બ્સ મેગેઝિનની ૨૦૧૭ની સૌથી વધુ કમાણી કરતા બોલીવુડ કલાકારોની ટોપ-૧૦ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં બે અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાને સ્થાન મળ્યુ છે. આ યાદીમાં શાહરુખ ખાન પ્રથમ ક્રમાંકે છે, જ્યારે દીપિકા પાદુકોણ ૧.૧૦ કરોડ ડોલરની કમાણી સાથે છઠ્ઠા ક્રમે છે. તો પ્રિયંકા ચોપડા અને રણવીરસિંહ એક કરોડ ડોલરની કમાણી સાથે સંયુક્ત રીતે સાતમા ક્રમે છે.

શાહરુખ ખાને ૧ જુન ૨૦૧૬થી ૩૦ મે ૨૦૧૭ દરમિયાન ૩.૮ કરોડ ડોલરની કમાણી કરી છે. જ્યારે ૩.૭ કરોડ ડોલરની કમાણી સાથે સલમાન ખાન આ યાદીમાં બીજા ક્રમે છે. ૩.૫૫ કરોડ ડોલરની કમાણી સાથે અક્ષય કુમાર આ યાદીમાં ત્રીજા ક્રમે છે. જ્યારે ૧.૨૫ કરોડ ડોલરની કમાણી સાથે આમિર ખાન ચોથા, ૧.૧૫ કરોડ ડોલરની કમાણી સાથે રીતિક રોશન ૫માં ક્રમાંકે છે. જ્યારે ૯માં ક્રમે અમિતાભ બચ્ચનને સ્થાન મળ્યુ છે, જેમણે ૯૦ લાખ ડોલરની કમાણી કરી છે.

જ્યારે ૮૫ લાખ ડોલરની કમાણી સાથે રણબીર કપુર ૧૦મા ક્રમે છે.ફોર્બ્સની યાદીમાં જણાવાયુ છે કે ટોચના ૧૦ કલાકારોએ મળીને એક વર્ષમાં ૧૮.૩ કરોડ ડોલરની કમાણી કરી છે. જ્યારે શાહરુખ, સલમાન અને અક્ષય કુમાર ફોર્બ્સની વર્લ્ડની યાદીમાં ૮માં, ૯માં અને ૧૦માં ક્મે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.