Abtak Media Google News

તમને એ વાત જાણીને ઘણી નવાઇ લાગશે કે બોક્સ ઓફિસ પર પહેલી ૧૦૦ કરોડની ફિલ્મ આપનાર કોઇ ‘ખાન’ નહીં પરંતુ બંગાળી અભિનેતા ‘મિથુન દા ’ હતા. મિથુન દા ની ફિલ્મ ડિસ્કો ડાન્સરે વર્લ્ડ વાઇડ ૧૦૦ કરોડથી પણ વધારે કમાણી કરી હતી. જેમાંથી ૯૦ કરોડની કમાણી તો સોવિયત બોક્સ ઓફિસ પર થઇ હતી. ત્યારે ઇન્ડિયાના બોક્સ ઓફિસની વાત કરવામાં આવે તો બોલીવુડમાં સૌથી પહેલી ૧૦૦ કરોડની ફિલ્મ આપનાર અભિનેતા સલમાન ખાન છે. સલમાન ખાન સ્ટાર ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’એ ભારતના બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી હતી. એટલે બોલીવુડના ત્રણ સુપરસ્ટાર આમિર ખાન, અક્ષય કુમાર, શાહરૂખ ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર આટલી કમાણી કરી શકી નથી. એટલુ જ નહી સલમાન ખાનની આ ફિલ્મ આપ્પા બાદ ૧૦ વર્ષ સુધી કોઇ પણ અભિનેતા ૧૦૦ કરોડની ફિલ્મ આપી શક્યું નથી.

લગભગ એક દશક પછી આમિર ખાનની ફિલ્મ ‘ગજની’એ ૧૦૦ કરોડની કમાણી કરી હતી.

બોલીવુડમાં સૌથી વધુ ૧૦૦ કરોડની ફિલ્મો આપનાર અભિનેતા પણ સલમાન ખાન જ છે. ત્યારે સાઉથ ઇન્ડિયાની ફિલ્મોની વાત કરવામાં આવે તો આ ઇન્ડસ્ટ્રીમાં ૧૦૦ કરોડની પહેલી ફિલ્મ આપનાર રજનીકાંત છે. રજનીકાંત સ્ટાર ફિલ્મ ‘શિવાજી ધ બોસ’એ ૧૦૦ કરોડની કમાણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.