Abtak Media Google News

વી.પી.વૈષ્ણવે પ્રમુખપદ માટે આગ્રહ રાખતા સમાધાન નિષ્ફળ જતા ચૂંટણી ટાળવા વર્તમાન પ્રમુખ ગૌતમભાઇ ધમસાણિયાની આખી પેનલે ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા, પરંતુ ૧૧ તટસ્થ ઉમેદવારોએ ઉમેદવારી ન ખેંચતા ચૂંટણી નિશ્ચિત

છેલ્લા થોડા સમયથી વિવાદમાં પડેલી વેપારી સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોચતા મઘ્યસત્ર ચુંટણી આપવી પડી હતી. આગામી તા.૧૬મીએ યોજાનારી આ ચુંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો અને હોદેદારોની ર૪ બેઠકો માટે ૮૧ દાવેદારોએ ઉમેદવારી રજુ કરી હતી.

આ ચુંટણી જંગમાં રહેલી બે મુખ્ય પેનલો વચ્ચેનો વિવાદ ટાળવા વેપારી આગેવાનોએ મઘ્યસ્થી કરી હતી. પરંતુ આ મઘ્યસ્થી નિષ્ફળ નીવડતા નારાજ થયેલા વર્તમાન પ્રમુખ ગૌતમભાઇ ધમસાણીયાની પેનલ સહીતના ૪૬ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક પરત ખેંચતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજકોટ  ચેમ્બર ઓફ કોમર્સની આગામી તા.૧૬મીએ યોજાનારી ચુંટણી માટે વર્તમાન પ્રમુખ ગૌતમભાઇ ધમસાણીયા અને પૂર્વ પ્રમુખ વી.પી. વૈષ્ણવની પેનલના ઉમેદવારોએ પોતાના ઉમેદવારીઓ રજુ કરી હતી. બન્ને પેનલના ૨૪-૨૪ સભ્યલ ઉપરાંત અનેક દાવેદારોએ ઉમેદવારી પત્રો ભરતા ૮૧ ઉમેદવારી પત્રો ભરાયા હતા. ચેમ્બરમાં ચુંટણી ટાળવા અને સંવાદથી હોદેદારો પસંદ કરવા વેપારી આગેવાનોએ પ્રયત્નો હાથ ધર્યા હતા. જેના ભાગરુપે પરમ દિવસે રાત્રે મૌલેશભાઇ ઉકાણી, નરેશભાઇ પટેલ, રમેશભાઇ ટીલાળા, મહેન્દ્રભાઇ ફળદુ, વસંતભાઇ ભાલોડીયા, વી.પી.વૈષ્ણવ, ગૌતમભાઇ ધમસાણીયા શિવલાલ બારસીયા, પાર્થભાઇ ગણાત્રા, ડાયાભાઇ કેસરીયા, જીતુભાઇ અદાણી વગેરેની બેઠક મળી હતી.

જેમાં સંવાદ સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં નકકી થયેલી ફોર્મ્યુલા મુજબ ૧૦ લેઉવા પટેલ, ૬ કડવા પટેલ, ૪ લોહાણા, અને ૪ જૈનો તથા અન્યોને સમાવવાનો પ્રસ્તાવ મુકાયો હતો. ઉપરાંત પહેલા દોઢ વર્ષ માટે વી.પી. વૈષ્ણવ અને બીના દોઢ વર્ષ માટે ગૌતમભાઇ ધમસાણીયાને પ્રમુખ બનાવવાની ફોર્મ્યુલા રજુ થઇ હતી. પરંતુ વી.પી. વૈષ્ણવે પોતે બે વર્ષ સુધી પ્રમુખપદે રહેવાની અને એક વર્ષ માટે ગૌતમભાઇને પ્રમુખપદના મુદ્દે બન્ને પેનલો વચ્ચે સમાધાન ન થતાં આ સંવાદ બેઠક પડી ભાંગી હતી.

ચેમ્બરમાં નવા બનેલા સભ્યોમાં વી.પી.વૈષ્ણવના ટેકેદારો વધારે હોય વર્તમાન પ્રમુખ ગૌતમભાઇ ધમસાણીયા અને તેથી પેનલના તમામ ઉમેદવારોએ ગઇકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના આખરી દિવસે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. આથી પેનલે ઉમેદવારી પરત ખેંચતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ પેનલે ઉમેદવારી પરત ખેંચવા નિષ્પક્ષ ગણાતા લાંબા સમયથી ચેમ્બરમાં સક્રિય જૈન અગ્રણીઓ જીતુભાઇ અદાણી રહેશે. ઉપેનભાઇ મોદી સહીતના ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. જે બાદ ચુંટણી જંગમાં ૩૫ ઉમેદવારો જ રહેવા પામ્યા છે.

ચેમ્બરની કારોબારી માટે ૧૬મીએ ૩૫ સભ્યો વચ્ચે યોજાશે ચૂંટણી જંગ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની કારોબારી સમિતિના ૨૪ સભ્યો માટેની ચુંટણીના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની નિર્ધારીત તારીખે કુલ મંજુર થયેલ ૮૧ ઉમેદવારી ફોર્મમાંથી ૪૬ ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યા છે. હવે ૩૫ સભ્યો વચ્ચે બુધવારના રોજ ચુંટણી યોજાશે. આ ચુંટણી પ્રક્રિયા સંપુર્ણ ચેમ્બરના બંધારણની જોગવાઈ મુજબ થશે. તેમ ચેમ્બરની ચુંટણી સમિતિના ચેરમેન હિતેષભાઈ બગડાઈએ જણાવ્યું છે. આ બેઠકમાં સમિતિના સભ્યો મનસુખભાઈ પટેલ, સુનીલભાઈ શાહ, અશ્વિનભાઈ કામદાર હાજર રહ્યા.

ચેમ્બરની કારોબારી સમિતિની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવનાર માન્ય ઉમેદવારોની યાદીમાં અમૃતભાઈ મનજીભાઈ ગઢીયા, અરવિંદ રાયચંદ શાહ, અશ્વિનભાઈ છગનભાઈ ભાલોડીયા, અતુલ કેશવજીભાઈ કમાણી, ભાસ્કર જેન્તીલાલ જોશી, ભાવિનભાઈ લલીતભાઈ ભાલોડીયા, બ્રિજેન બિપીનભાઈ કોટક, ચિરાગભાઈ વસંતભાઈ ગાદેશા, ધિરેન પરસોતમભાઈ સંખાવરા, દિપક જયંતીલાલ પોબારૂ, ગીરીશભાઈ હરીભાઈ પરમાર, હિતેન રમણીકભાઈ જસાણી, હિતેશ ચંદુલાલ સાતા, જગદિશભાઈ બચુભાઈ અકબરી, કિશોરભાઈ નરેન્દ્રભાઈ ‚પાપરા, કુમનલાલ બચુભાઈ વરસાણી, મનોજ અનંતરાય ઉનડકટ, મયુરભાઈ દિપકભાઈ આડેસરા, નરેશભાઈ જી.શેઠ, નૌતમ બાબુભાઈ બારસીયા, નિલેશ એસ.ભલાણી, પાર્થિવકુમાર પી.ગણાત્રા, પ્રણય જે.શાહ, રાજેશ ધિરજલાલ કોટક, રાજેશ લાલજીભાઈ સવનીયા, રાજેશ એન.જુંજા, રાજેશભાઈ રામજીભાઈ ધામી, સમીર વિનોદભાઈ વેકરીયા, સમીરભાઈ મધુભાઈ શાહ, શિવલાલ લક્ષ્મણભાઈ પટેલ, શ્યામભાઈ શાહ, સુનિલ એમ.ધામેચા, ઉત્સવ કે.દોશી, વી.પી.વૈષ્ણવ, વિનોદભાઈ એલ.કાછડીયા વચ્ચે ચુંટણીજંગ જામશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.