Abtak Media Google News

કચ્છ જિલ્લામાં કૃષિ વેટનરી કોલેજ બનાવવાની મુખ્યમંત્રીની જાહેરાત : ગુજરાતમાં 100 એફપીઓ બનશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ-ભુજમાં કિસાન સન્માન દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના કૃષિકારો નું સન્માન કરતા સ્પષ્ટ જણાવ્યું કે અમારી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના શરૂ કરીને ગામડા અને ખેતીને બેઠી કરવા પાયો નાખ્યો અને અમારી સરકારે વડાપ્રધાને ચીંધેલા કૃષિ વિકાસના માર્ગે કૃષિ કલ્યાણ ના અનેક નિર્ણયો લઈને ખેડૂત ની પ્રગતિ થાય તે દિશામાં નક્કર કામ કર્યું છે.

પાંચ વર્ષમાં રાજ્ય સરકારે કૃષિ કલ્યાણના કરેલા  કાર્યો અને યોજનાઓ ની વિસ્તૃત માહિતી આપી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતીમાં રાત્રે ઉજાગરા ન કરવા પડે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરાવીને ખેડૂતના હિતમાં એક ઐતિહાસિક પગલું લેવાયું છે. રાજ્યમાં આજથી વધુ 1400 ગામોમાં દિવસે વીજળી પહોંચી રહી છે. અગાઉ કચ્છ અને સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં પાણી માટે હિજરત કરવી પડતી હતી ત્યારે ખેતીમાં નર્મદાનું સિંચાઈનું પાણી અપાશે એવી કોઈને કલ્પના ન હતી. અમે છેક કચ્છના સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડીને કચ્છ અને સૌરાષ્ટ્રને પાણીદાર બનાવ્યું છે. કચ્છમાં સોનાનો સૂરજ ઊગવાનો છે.

મુખ્યમંત્રીએ આ તકે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ અને વેટરનરી કોલેજ બનાવવામાં આવશે.ગુજરાતના ખેડૂતોની વિશાળ ક્ષમતા અને આગવી કોઠાસૂઝ ને સન્માનિત પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂત ખેતરમાં ડોલર અને પાઉન્ડ પકવતો થાય અને કૃષિ પેદાશો દેશમાં અને વિદેશમાં તેની માંગ વધે વિકાસ થાય તેવું રોલ મોડલ ગુજરાતમાં પ્રસ્થાપિત કરવું છે.

છેલ્લા પાંચ વર્ષમાં સાડા પાંચ લાખ ખેતીવાડી ક્ષેત્રે કનેક્શન આપવામાં આવ્યા છે.  19 હજાર કરોડના ખર્ચે ખેડૂતોની ખેત પેદાશો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. પહેલા ખેડુત દેવાદાર હતો . ઊંચા વ્યાજે લોન લેવી પડતી હતી . સરકારી ઝીરો ટકા વ્યાજે લોન આપીને સાત પગલા ખેડૂત કલ્યાણના સહિત અનેક યોજના લાવીને ખેડૂતને વિકાસની મુખ્યધારા માં જોડવા સેવાયજ્ઞ કર્યો છે.

કૃષિ કલ્યાણ માટે રૂપિયા 9 હજાર કરોડના કૃષિલક્ષી પેકેજ  આપવામાં આવ્યા છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ મૂલ્યવર્ધિત ખેતી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે રાજ્ય સરકારની કૃષિ લક્ષી યોજનાઓ નો ખેડૂતોને લાભ લેવાનું જણાવીને ગુજરાતનો ખેડૂત વિશ્વની બજારમાં ઊભો રહે અને ક્યાંય પાછો ના પડે તે માટે વડાપ્રધાનના માર્ગદર્શનમાં પ1 એફ.પી.ઓ બનાવવાની યોજના ગુજરાતમાં આગળ વધી રહી છે, અત્યાર સુધીમાં 51એફ.પી.ઓ  બની ગયા છે અને 100 એફ.પી.ઓ  બનાવવાનું સરકારનું આયોજન છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે કૃષિમંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે રાજય સરકારે સતત પાંચ વર્ષ સુધી જનસેવા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું છે. ખેડૂતો ના પાકને નુકસાન ન થાય તે માટે કાંટાળી વાડની યોજના અમલમાં મૂકીને ખેડૂતોની ચિંતા દૂર કરી છે.

મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યના 120 સ્થળોએ કૃષિ સન્માન દિવસના કાર્યક્રમોમાં 43 કરોડથી વધુ રકમના કૃષિ લક્ષી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ 1400થી વધુ ગામોમાં કિસાન સૂર્યોદય યોજના નો કચ્છ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. કચ્છના ભુજ માં વરસાણી હાઇસ્કૂલના મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં સરદાર પટેલ એવોર્ડ વિજેતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું .સાત પગલા ખેડૂત કલ્યાણ ના અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સહાય અને કૃષિ ઓજારો નું વિતરણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીએ કૃષિ પરિવહન યોજના અંતર્ગત કૃષિ કારોના 14 વાહનો લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્ય મંત્રીશ્રીના હસ્તે જૈવિક પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથા રજૂ કરતાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. બીજ નિગમ ના ખેડૂતો માટેના સાત ગોડાઉનો નું મુખ્ય મંત્રી હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

માતાના મઢ: સ્મૃતિવનના વિકાસ કામની સમીક્ષા કરતા મુખ્યમંત્રી

Unnamed File

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કચ્છ ભુજ ખાતે જિલ્લાના પ્રવાસન અને વિકાસલક્ષી પ્રોજેક્ટની પ્રગતિ અને જનહિતના કામોને આગળ ધપાવવા સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્ય મંત્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓને દિશાદર્શન કર્યું હતું.

જિલ્લામાં નર્મદા નહેર, માતાનામઢ અને સ્મૃતિવન કામગીરીની સમીક્ષા કરી અત્યાર સુધીમાં થયેલી નોંધપાત્ર કામગીરી સંબંધિત વિભાગો દ્વારા રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લો પ્રવાસનક્ષેત્રે દિવસેને દિવસે આગળ ધપી રહ્યો છે ત્યારે કચ્છના તમામ પ્રવાસન સ્થળોએ માળખાગત સુવિધા થાય તે માટે અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું. 357 કિ.મી. લાંબી કચ્છ શાખા નહેરની સિધ્ધિ લક્ષ્ય અને પ્રગતિ હેઠળની બાબતોથી મુખ્યમંત્રી અવગત થયા હતા તેમજ બાકી રહેતી 17 કિ.મી.ની 5 ટકા કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં માતાનામઢના વિકાસની કામગીરી આર્કીટેકટ મમતા શાહે રજુ કરી હતી. મુખ્યમંત્રીએ સ્થાનિક લોકોની રોજગારી વધે એ રીતે  પ્રવાસન તરીકે વિકાસ થાય અને ભવ્ય ધાર્મિક સંસ્કૃતિ આકાર પામે તે માટે જરૂરી દિશાસૂચન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી નિર્માણ પામી રહેલ સ્મૃતિવન મોમેરિયલ પ્રોજેકટ માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના આદ્રા અગરવાલે માહિતી રજુ કરી હતી. બેઠકમાં સનપોઇન્ટ, સોલાર પોઈન્ટ, ફોરવોલ રીસ્ટોરેશન, મ્યુઝિયમ, જેમની સ્મૃતિમાં વન નિર્માણ થાય તે બાબતે વિગતો જાણી મર્યાદિત સમયમાં કામગીરી પૂર્ણ કરવા દિશાનિર્દેશ કર્યા હતા.

ભુજમાં ડાયાલીસીસના દર્દીઓની ખબર અંતર પુછતા સી.એમ.

Screenshot 3 12

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભુજ ખાતે 1.25 લાખ દર્દીના વિનામૂલ્યે ડાયાલીસીસ પૂર્ણ કરતી એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ડાયાલીસીસ સેન્ટરના મા કાર્ડના લાભાર્થી દર્દી નારણભાઇ માવજીભાઇ પાદરાને મુખ્યમંત્રીએ પૃચ્છા કરી હતી. આ તકે તેમણે ડાયાલીસીસના દર્દીઓની સંવેદના મુલાકાત લીધી હતી.તેમણે ડાયાલીસીસના દર્દીઓને મળી ખબર અંતરની પૃચ્છા કરી હતી.

અંજારના સતાપર ગામે આહિર સમાજ સંચાલિત શ્રી ગોવર્ઘન આહીર ક્ધયા વિદ્યા સંકુલનું લોકાર્પણ

MScreenshot 4 8 Screenshot 5 5

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સતા5ર ગામે કચ્છ પાટણ પ્રાથરીયા આહિર સમાજ સંચાલિત શ્રી ગોવર્ઘન આહિર ક્ધયા વિદ્યા સંકુલનું લોકાર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ ગુજરાતને શિક્ષણનું હબ બનાવવું છે તેમ જણાવીને વઘુમાં ઉમેર્યુ  હતું કે, ગુજરાતની સરકારી શાળાઓમાં સ્માર્ટ ડીઝીટલ કલાસ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. 9 લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા છે. આ તકે મુખ્યમંત્રીએ આહિર સમાજના આ સંકુલમાં સ્માર્ટ કલાસ રૂમ બનાવવા સુચન કર્યુ હતું.

આ તકે રાજય મંત્રીએ વાસણભાઇ આહિરે જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે સમાજના શૈક્ષણિક હેતુ માટેના કાર્યમાં ઝડપી તત્પરતા દાખવી છે. કચ્છ પાટણના પ્રાથરિયા આહિર સમાજ દ્રારા સતાપરમાં મોટું સંકુલ ઉભુ થયુ છે. જયાં દિકરીઓ શિક્ષણ મેળવી પ્રગતિ કરશે. મુખ્યમંત્રીએ સમય ફાળવીને સમાજના શિક્ષણના કાર્ય માટે હાજરી આપી તે માટે તેઓનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.