Abtak Media Google News

ભરચક ધાર્મિક કાર્યક્રમો યોજાશે: દરરોજ ભાવિકોનું મહેરામણ ઉમટશે

અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનાં અત્યેષ્ટિવિધિનાં સ્થળ પર નિર્મિત સ્મારક અક્ષર દેરીને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા નિમિતે ૧૧ દિવસીય મહોત્સવનું આયોજન

Advertisement

તીર્થભૂમિ ગોંડલ ખાતે આવતીકાલથી ૩૦મી સુધી અક્ષણદેરી સાર્દ શતાબ્દી મહોત્સવ ઉજવાશે ગોંડલના વિશ્ર્વપ્રસિધ્ધ અક્ષરમંદિરમાં સ્થિત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના અત્યેષ્ટિવિધિના સ્થળ પર નિર્મિત સ્મારક અક્ષરદેરીને ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી અગ્યાર દિવસીય મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં યોજાનાર કાર્યક્રમોની વિગત આપવાપૂ. બ્રહ્મવિહારીસ્વામી, પૂ. અપૂર્વમૂનિ સ્વામી, પૂ. જ્ઞાનાનંદ સ્વામી અને નિર્મલસિંહજી રાણાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.

બીએપીએસ સંસ્થાના પ્રમુખ પદે બિરાજમાન પૂ. મહંત સ્વામી મહારાજ ગોંડલ ખાતે આજે રાત્રે પધારશે. અહી થનાર વિવિધ કાર્યક્રમોમાં તેમના દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે.

ખૂબ મોટી સંખ્યામાં પધારનાર હરિભકતોની વ્યવસાય માટે વિવિધ સેવા વિભાગોનું આયોજન થયું છે. આ મહોત્સવમાં કુલ ૩૨ સેવાવિભાગોની રચના કરવામાં આવી છે. મંદિરની પાછળ આવેલ ૨૦૦ એકર વિશાળ ભૂમિને સમતલ કરીને સભા સ્થળ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો છે. આ મહોત્સવને સફળ બનાવવા માટે હજારો સ્વયંસેવકો અને સ્વયંસેવીકાઓ ખડે પગે સેવામા ઉભા છે. આજુબાજુનાં અનેક ગામડાઓમાંથી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ છેલ્લા બે મહિનાથી સેવા કરવા માટે આવે છે. ટ્રાફીકના પ્રશ્ર્નોને પહોચી વળવા વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થીઓની સુવિધા માટે ૨૪ કલાક મેડીકલ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ સાથે જ વિશાળ રકતદાન યજ્ઞમાં સંતો અને ભકતો રકતદાન કરીને સમાજને મદદ‚પ થશે. મહોત્સવને મુખ્ય સ્થળે આકર્ષક વિશાળ મંચ દ્રશ્યમાન છે. ૧૭૫ ફૂટ લાંબો, ૧૩૦ ફૂટ પહોળો કલાત્મક મંચ અને‚ આકર્ષણ જમાવે છે.

ગઈકાલે સૌરાષ્ટ્ર પંથકના ૮૦૦ ગામના સરપંચો અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનો ઉદઘોષ કરવા માટે પધાર્યા હતા. તેવી જરીતે આજથી તા.૨૨ સુધી અહી સત્સંગના વિવિધ કાર્યક્રમો યોજાશે.

અક્ષર દેરીના સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે તડામાર તૈયારીઓ થઈ રહી છે. ગોંડલ શહેરના ઈતિહાસમાં પ્રથમવાર આટલા મોટા મહોત્સવનું આયોજન થયું છે. ૨૦૦ એકરની ભૂમિ પર ફેલાયેલું સ્વામિનારાયણ નગર મહોત્સવનું મુખ્ય સ્થળ છે. આ સ્વામિનારાયણ નગરમાં સ્થિત અનેક સંસ્કારપ્રેરક પ્રદર્શન ખંડો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. ૬ વિવિધ પ્રદર્શન ખંડોમાં મહાપુરુષોનાં જીવનચરિત્ર અને ઉપદેશોના આધારે સૌને સુખી અને સંસ્કારમય જીવન જીવવાની પ્રેરણા મળશે.

પ્રથમ ‘પરમાનંદ’ નામના પ્રદર્શન ખંડમાં પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજના જીવનને લક્ષ્યમાં રાખીને બોધ આપવામાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવન દરમ્યાન ૫૫ થી વધુ દેશોમાં ૨.૫ લાખથી વધુ ઘરોમાં વિચરણ કર્યું.

૭.૫ લાખ પછો લખ્યાં, ૧૭ હજારથી વધુ ગામડાઓમાં જઈને લાખો લોકોના દુ:ખ-દર્દો દૂર કરી તેમને અધ્યાત્મ માર્ગે વાળ્યા. તેઓએ સમાજ માટે વેઠેલાં અસંખ્ય કષ્ટોનો અહીં વિવિધ પ્રતિકૃતિઓ અને આધુનિક માધ્યમો દ્વારા અનુભવ કરાવવામાં આવશે. તેઓએ અગણિત તકલીફો વચ્ચે પણ અપ્રતિમ કાર્ય કર્યું તેનો ઓછો ચિતાર આ પ્રદર્શન ખંડમાંથી મળશે.

દ્વિતીય પ્રદર્શન ખંડ છે ‘મુકતાનંદ’ વ્યસન મુક્તિનો ઉત્તમ સંદેશ આપતો આ પ્રદર્શન ખંડ ખૂબ જ અસરકાર છે. એક યુવાનની વ્યસનથી થયેલી બરબાદીની ડોકયુમેન્ટરી ફિલ્મ દ્વારા હૃદયદ્રાવક પ્રસ્તુતિ અહીં બતાવવામાં આવશે. અઠંગ વ્યસનીઓને પણ વ્યસન છોડવાની અહીં પ્રેરણા પ્રાપ્ત થશે.

તૃતીય ખંડ છે ‘સહજાનંદ’ એનીમેશન ફિલ્મની રોમાંચક પ્રસ્તુતિ દ્વારા અહીં ભગવાન સ્વામિનારાયણના અસાધારણ જીવન અને કાર્યને દર્શાવવામાં આવશે. અક્ષરદેરી જેમનું સ્મૃતિ મંદિર છે, એવા ગુણાતીતાનંદ સ્વામીનું જીવનકવન ‘અક્ષરાનંદ’ નામના ચોથા પ્રદર્શન ખંડમાં જાણવા મળશે. વિવિધ ચિત્રો, પ્રદર્શન અને ચોટદાર સંવાદો દ્વારા અહીં ખૂબ સુંદર રજૂઆત થશે.

નિત્યાનંદ નામના પાંચમાં પ્રદર્શન ખંડમાં પારિવારિક એકતાનો ઉપદેશ મળશે. આજે વિશ્ર્વભરની સૌથી મોટી સમસ્યા છે, તૂટતા ઘરો ! આધુનિકતાના બહાને પરિવારમાં વધતા કલેશ અને કુસંપને ડામવાનો અહીં સફળ પ્રયાસ છે. સુંદર સંવાદ અને વિડિયોના માધ્યમથી ઘરમાં સુખ-શાંતિ રાખવાના ઉપાયોની આમાં સુંદર પ્રસ્તુતિ થશે.

આજરોજ સાંજે પાંચ વાગ્યે સ્વયં સેવક સભા, ૯:૩૦ કલાકે પૂજય મહંત સ્વામી મહારાજનું આગમન, આવતીકાલે સવારે ૯:૪૫ કલાકે સ્વામીનારાયણ નગર ઉદ્ઘાટન, સાંજે ૪ કલાકે વિરાટ મહાપૂજા અને સભા, સાંજે ૭:૩૦ કલાકે અક્ષરદેરી લાઈટ એન્ડ સાઉન્ટ શો ઉદ્ઘાટન, રવિવારે સવારે ૯:૪૫ કલાકે યોગી સ્મૃતિ મંદિર પ્રતિષ્ઠા અને સભા, સાંજે ૫ કલાકે અક્ષરપુરુષોત્તમ દર્શન સમારોહ, સોમવારે સવારે ૮:૩૦ કલાકે અક્ષરદેરી મહાપૂજા, બપોરે ૩:૩૦ કલાકે રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી વગેરે મહાનુભાવોનું આગમન અને મુખ્ય મહોત્સવ, તા.૨૫ને સવારે ૮ કલાકે દિક્ષા સમારોહ, તા.૨૭ને સાંજે ૫ કલાકે પ્રમુખ સ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતિની ઉદ્ઘોષ સભા, તા.૨૮ને સાંજે ૫ કલાકે ગુ‚કુળ વાર્ષિક દિન, તા.૨૩ અને તા.૩૦ના રોજ સવારે ૮ કલાકે સ્વામીનારાયણ નગર દર્શન (વિદ્યાર્થીઓ માટે), બપોરે ૨ કલાકે સ્વામીનારાયણનગર દર્શન (અન્ય ભાવિકો માટે) યોજાશે.

સોમવારે રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી પધારશે

અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ગોંડલમાં અનેરો ઉત્સાહ છવાયો છે. મહોત્સવનો ધર્મ લાભ લેવા મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી ગોંડલમાં પધારશે. રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીનું સોમવારે બપોરે ૩:૩૦ કલાકે આગમન થશે. બંને મહાનુભાવોના આગમનને લીધે ગોંડલમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.