Abtak Media Google News

રાજકોટમાં રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.નું થયું મંગલ પદાર્પણ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ સાહેબની આગામી ચાતુર્માસ અર્થે કચ્છ તરફની વિહાર યાત્રા દરમિયાન ગોંડલમાં આયંબિલ ઓળી બાદ ગિરનાર પ્રભુ નેમની ભૂમિમાં સાધના કરી રાજાણી નગરી રાજકોટમાં   મંગલ પદાર્પણ થયું.

રાજકોટવાસીઓની લાંબી પ્રતીક્ષાનો અંત કરીને પધારી રહેલા પરમ ગુરુદેવનું સ્વાગત કરવા અનોખી શોભાયાત્રા  માં લહેરાતા ધર્મધ્વજ, ભક્તિ-નૃત્ય કરતી ઉત્સાહી રાસમંડળી જૈન દર્શનના ઐતિહાસિક પાત્રોની અભિવ્યક્તિ, શંખનાદ, અષ્ટમંગલના શુભ પ્રતિકો અને જયકાર ગુંજવતા ભાવિકોથી શોભતી શોભાયાત્રાના ગુંજારવ સાથે અનન્ય ગુરુભક્ત હિતેનભાઈ મહેતા પરિવારના આંગણે ઘંટનાદ કરતા ભાવિકો દ્વારા કરવામાં આવેલા પરમ ગુરુદેવના સ્વાગતથી સર્વત્ર હર્ષ હર્ષ છવાયો હતો.

Whatsapp Image 2022 05 26 At 12.15.56 Pm 1

બેલેવિસ્ટાના વિશાળ પ્રાંગણમાં શ્રેષ્ઠીવર્યો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો વચ્ચે લુક એન લર્નના દીદીઓ દ્વારા આગમ ગાથાના પઠન, લુક એન લર્નના બાળકો દ્વારા સુંદર નૃત્ય પ્રસ્તુતિ તેમજ   હિતેનભાઈ મહેતાના સ્વાગત વક્તવ્ય સાથે પરમ ગુરુદેવના આગમનને વધાવ્યા બાદ પરમ ગુરુદેવે ઉપસ્થિત ભાવીકોને મનુષ્ય ભવની પલ પલને સાર્થક કરી લેવાનો બોધ આપતા સમજાવ્યું હતું કે, મળેલા આ અમૂલ્ય મનુષ્ય ભવની પલ પલ જ્યારે આત્મા આરાધના કરવા માટે મળી છે ત્યારે સ્વયંના આત્માનું એક સરવૈયું કાઢીએ કે આ ભવનો સમય માત્ર ખાવા પીવા અને રોજિંદા કાર્યમાં જ વ્યતીત થઈ રહ્યો છે કે આત્મ કલ્યાણની આરાધનામાં વ્યતીત થઈ રહ્યો છે? આ જન્મમાં ચાહે ગમે એટલું ભેગં  કરી લઈએ પરંતુ આખ મીંચાયા પછીની તૈયારી શું કરી છે ખરી?  ગુરુનો યોગ પ્રાપ્ત થયા પછી શિષ્યનો સંસાર ઘટે, શિષ્યના કર્મ ઘટે અને શિષ્યના આત્માની શ્રેષ્ઠતા વધે એમાં જ ગુરુની પ્રસન્નતા સમાયેલી હોય છે.

આત્મ પુરુષાર્થ જગાડી દેતાં પરમ ગુરુદેવના આવા બોધ વચન બાદ જરૂરિયાતમંદ ગરીબ એવા 51 દર્દીઓ માટે ફ્રી કેટરેક્ટ ઓપેરશન, 22 ગાયો  માટે આર્ટિફિશ્યલ લીંબ તેમજ 20 સંસ્થાઓને કીટ અને મીઠાઈ બોક્સ વિતરણનું સત્કાર્ય શ્રી હિતેનભાઈ મહેતાની ઉદાર ભાવનાના સહયોગે કરવા સાથે પરમ ગુરુદેવના આગમનનો આ અવસર સહુ માટે મંગલતા સર્જી ગયો હતો.

આવતીકાલે આટકોટ તરફ વિહાર થશે જ્યાં હોસ્પિટલના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી 29વિં તારીખે જાગનાથમાં પધારશે. આગામી 5,6 જૂન, 2022ના નવનિર્મિત વિતરાગ નેમિનાથ ઉપાશ્રયમાં મંગલ આગમન કરી કચ્છ તરફ વિહાર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.