Abtak Media Google News

તન અને મનને તંદુરસ્ત રાખતી સાયકલનું મહત્વ દિન-પ્રતિદિન ઘટી રહ્યું છે

આજે વિશ્વની માનવ જાત વિકાસના ઉન્નત શિખરોસર કરીને જીવનને જીવવા જેવું બનાવવામાં વ્યસ્ત છે. પરંતુ વિકાસની આ ભોગવાદી યાત્રામાં માનવી પોતાના શારીરિક અને માનસિક સ્વસ્થ્યનું ઘ્યાન રાખવામાં થાપ ખાઇ ગયેલ છે. જેના કારણે વિકાસની સાથે વૈશ્વિક બિમારીઓએ પણ માનવીને સુખી જીવનથી અલિપ્ત કરી દીધો છે.

વર્તમાન સમયમાં વિશ્વના બૌધિક લોકો વિકાસની સાથે માનવીને શારીરિક ક્ષમતાની વૃઘ્ધિ કરવા સમજાવી રહ્યા છે. આ વિકાસના ફળ માનવીઓએ લાંબા ગાળા સુધી ચાખ્યા હશે તો તન, મનથી તંદુરસ્ત બનવું પડશે.

વિશ્વ સાયકલીંગ દિવસે માનવજીવનને અને યુવા ભાઇ-બહેનોને એક જ સંદેશો આપવો છે અને તે છે તન, મન તંદુરસ્ત બનાવવા નિયમિત સાયકલીંગ કરવાની આદત પાડી લેવી.

વહેલી સવારે સાંજના સમયે અથવા રાત્રીના સમયે ભોજન બાદ વામકુક્ષી, ટહેલવાના બદલે સાયકલીંગ કરવામાં આવે તો તેના અનેક ફાયદા અને લાભ મળી શકે છે. આજે ઘણાં બધા શહેરોમાં સાયકલીંગ કલબ વ્યકિતગત સાયકલીંગ કે ગ્રુપ સાયલીંગ નિયમિત રીતે વૈજ્ઞાનિક સમજ સાથે કરવામાં આવી રહેલ છે. પરંતુ આ શરૂઆત છે આપણે નિયમિત સાયકલીંગએ આદત તરીકે કેળવવાની જરૂર છે.

ગોંડલના શ્રી ભુવનેશ્વરી પીઠના અઘ્યક્ષ અને વિવિધ ક્ષેત્રો જેવા કે અશ્ર્વ ઉછેર, ગીરગાય સંવર્ધન, આયુર્વેદ ઉત્પાદન તેમજ સામાજીક સેવાઓ સાથે રાયફલ, પિસ્તોલ શૂટીંગ એકેડમીના સ્થાપક  ઘનશ્યામજી મહારાજે આજથી ર૧ વર્ષ પહેલા ગોંડલમાં સાયકલીંગ કલબની સ્થાપના પ્રકૃતિપ્રેમી હિતેષ દવે, ગીરીશ રાવલ, મનીષભાઇ જહાટકીયા અને બીજા પ૦ જેટલા મિત્રો સાથે ગોંડલ સાયકલ હેલ્થ કલબની શરૂઆત કરી હતી.

Img 20200602 Wa0018

હાલમાં આ ગોંડલ સાયકલ કલબમાં ર૦૦પ વધુ નાના મોટા ભાઇ-બહેનો સભ્ય છે અને તેઓ છેલ્લા બે વર્ષથી નિયમિત સાયકલીંગ કરી રહ્યા છે. ગોંડલમાં ગોંડલ સાયકલ હેલ્થ કલબના મિત્રો જેમાં આઠ વર્ષના બાળકથી લઇ ૬૫ વર્ષના વયોવૃઘ્ધ યુવાન સાયકલીંગ પ્રવૃતિમાં જોડાયેલા છે. મનીષભાઇ જહાટકીયા, હિતેષ દવે, દીપક લંગાલીયા, કુલદીપ અતુલભાઇ દિપ્તીબેન, મનીષબેન વગેરેની આગેવાનીઓ માર્ગદર્શન હેઠળ ગોંડલમાં નિયમિત સાયકલીંગ કરવાની એક જોરદાર ઝુંબેશના પરિણામે વિદ્યાર્થી ભાઇ-બહેનો, વેપારીઓ યુવાનો ગૃહિણીઓ  અને અધિકારી વર્ગ અને ડોકટર્સ ગ્રુપ પોતાની ફુરસદે નિયમિત સાયકલીંગ કરી રહ્યા છે.

ગોંડલ સાયકલ હેલ્થ કલબના સભ્યો નિયમિત સાયકલીંગ સાથે વૃક્ષોનું વાવેતર, સફાઇ અભિયાન, સાયકલીંગ ચેલેન્જ ઇવેન્ટસમાં ભાગ લઇ ગોંડલનું ગૌરવ વધારી રહ્યા છે. ૨૫, ૫૦, ૧૦૦, ૨૦૦, ૩૦૦ કી.મી. સાયકલીંગ ચેલેન્જમાં ગોંડલના યુવા ભાઇ-બહેનો વિશાળ સંખ્યામાં ભાગ લઇ વિજેતા થઇ રહ્યા છે.

ભગવતભૂમિ ગોંડલથી પ્રારંભ થયેલ સાયકલીંગ અવેરનેશની આ ઝુંબેશ આજે નાના મોટા શહેરોમાં સાયલીંગ ગ્રુપ, સાયકલીંગ કલબના બેનર હેઠળ તન, મન તંદુરસ્ત બનાવવા સાથે નિયમિત સાયકલીંગ કરી વૈશ્ર્વિક બિમારી સામે મજબૂત શારીરિક ક્ષમતા નિર્માણ કરી રહ્યા છે.

વિશ્વ સાયકલીંગ દિવસ ઉજવણી અન્વયે માનવ માત્રને એક જ સંદેશ આપવાની ઇચ્છા થાય છે કે વર્ષોની જહેમત અને સંઘર્ષ બાદ મેળવેલ વિકાસના મીઠાફળ આપણે આ આપણી ભાવિ પેઢી લાંબા સમય સુધી આ સ્વાદ માણી શકે તે માટે નિયમિત સાયકલીંગએ એક શ્રેષ્ઠ અને સરળ ઉપાય અને ઉત્તમ સાધન છે. આવો પરિવારમાં નાના મોટા સૌ નિયમિત સાયકલીંગ કરીએ, જેથી પેટ્રોલની બચત, પર્યાવરણને સમૃઘ્ધ અને પ્રદુષણને ઘટાડવામાં અને આર્થિક બચતનો પ્રયાસ પણ નિયમિત સાયકલીંગ, વર્ક ઓન સાયકલ, નાના હોય કે મોટા સાયકલીંગની આદત પાડીએ.

વિશ્વના વિકસીત દેશોના બૌધિક નાગરીકો વર્તમાન સમયની શારીરિક સ્વાસ્થ્યની ઉપયોગીતાને ઘ્યાને લઇ વધુને વધુ સાયકલીંગ કરવા પ્રત્યે સજાગ થઇ સાયકલીંગ કરી રહ્યા છે.

વિશ્વને સાયકલીંગ પ્રત્યે જાગૃત કરવામાં નેધરલેન્ડ આ બાબતે પાર્યોનીયર દેશ છે. જે સમગ્ર વિશ્વમાં લોકોને સાયકલીંગ કરવા આગેવાની લઇ રહ્યો છે. આપણા સૌરાષ્ટ્રમાં વિશ્વ સાયકલીંગ અવેરનેશ ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં દિવ્યેશ અધેરા અને ગોંડલમાં મનિષ જહાટકીયાને ‘શહેર સાયકલ મેયર’તરીકે નિયુકત કરી તેમની સાયકલીંગ અવેરનેશ એકટીવીટીને એવોર્ડથી સન્માનીત કરી છે જે સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.