Abtak Media Google News

પોલીસ તપાસનો ધમધમાટ, સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર

ધોરાજી તાલુકાના ઝાંઝમેર સીટ પર ભાજપ માંથી ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી પાછી ખેંચી લેનાર ઉમેદવાર ડો. ચિરાગ રમેશભાઈ દેસાઈ (પટેલ) એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને ધોરાજી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ ને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે.સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને અનેક રાજકીય ઉથલપાથલ થઇ રહી છે. ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા હોવાથી ભાજપના ઘણા ઉમેદવારો બિનહરીફ બની રહ્યા છે. તો રાજકોટના ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઝાઝમેરના ભાજપના ઉમેદવાર ડો. ચિરાગ દેસાઇએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા બિન હરીફ વિજેતા બન્યા હતા. આમ, ભાજપના કોઇ ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યાની ઘટના બની હતી. જો કે ફોર્મ પરત ખેંચ્યા બાદ ઉમેદવાર ચિરાગ દેસાઇ માનસિક રીતે હતાશ થઇ ગયા હતા. અને આજે બપોરના સમયે પોતાના ઘરે ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર બાદ સ્થિતિ સામાન્ય બની છે. તેમના પિતાએ કહ્યુ હતુ કે ચિરાગ ફોર્મ પરત ખેંચ્યા બાદ તે ચિંતિત હતા. તો નજીકના મિત્રોનું કહેવું છે કે તેમણે ફોર્મ તરત ખેંચતા ભાજપની પ્રતિષ્ઠાને નુકશાન થયુ હતુ અને ૫રિણામે અનેક નેતાઓના ફોન આવતા હોવાથી તે સતત ચિંતામા હતા. અને પાર્ટી હાઇકમાન્ડમાં ખુલાસા કરવા પડશે તે ડરથી તેમણે ફિનાઇલ પીધાની શકયતા છે. તો પોલીસે પણ આ અંગે તપાસ શરૂ કરી છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમાં સ્થાનિક સ્તરે ભારે દબદબો ધરાવતા હોવાથી તેમના પર ફોર્મ પરત ખેંચવા માટે પણ માનસિક દબાણ ઉભુ કરવામાં આવતુ હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યુ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.