Abtak Media Google News

નગરપાલિકાઓમાં ભાજપની અચાનક સત્તા માટે જવાબદાર કોણ ? લોકસભાની ચૂંટણીમાં શું થશે ? સર્વત્ર એક જ ચર્ચા

 

અમરેલી જીલ્લામાં વિધાનસભા ચુંટણીમાં જીલ્લાની પ (પાંચ) માંથી પાંચેય સીટો પર કબજો કોંગ્રેસે જમાવી દેવામાં આવતા અમરેલી જીલ્લો ભાજપ મુકત બન્યો હતો. જેમાં પાટીદાર અનામત આંદોલન બાદ સૌ પ્રથમવાર આવેલી જીલ્લા પંચાયત અનુ તાલુકા પંચાયતમાં ભાજપ ફકત ૩ (ત્રણ) જ જીલ્લા પંચાયત સીટ પર વિજય મળેલ હતો. જયારે તાલુકા પંચાયતના ફકત રાજુલ, જાફરાબાદ, તેમજ લાઠી, બાબરા તાલુકા પંચાયતમાં ભાજપના ફાળે આવલ ત્યારબાદ ધારાસભ્યોમાં ભાજપના સુપડા સાફ થયા અને નગર પાલીકાઓમાં પણ મહદ અંશે કોંગ્રેસના ખાતામાં જ આવેલ હતી. પરંતુ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા એવા પરેશભાઇ ધાનાણીનો જીલ્લો હોવા છતાં જાફરાબાદ નગરપાલિકા બીનહરીફથી શરુ થયેલ ભાજપની વિજય ગાથા સા.કુંડલા, અમરેલી, બગસરા વગેરે નગરપાલિકાઓમાં કોંગ્રેસના સભ્યો દ્વારા બળવો કરીને ભાજપ સાથે હાથ મીલાવીને મોટાભાગની નગરપાલિકામાં સત્તા મેળવી લેવામાં આવતા વિરોધપક્ષના હોમગ્રાઉન્ડમાં જ નબળુ પરફોમન્સ  થતાં કોંગ્રેસના નેતાઓમાં થોડી ઘણી ઢીલાશ આવી જવા પામેલ છે. અમરેલીમાં ભાજપને જાકારો આપ્યો પરંતુ આમાં યોગ્ય અણઆવડ કે ? બીજું કાંઇ  કારણ કહેવાય ૨૦૧૯માં લોકસભાની ચુંટણી આવવાની હોય તેવા સમયે જ ભાજપ દ્વારા ઝટકો અપાતા જો કોંગ્રેસના નેતાઓ જાગૃત નહી થાય તો ભાજપ દ્વારા કોંગ્રેસને લોકસભામાં ઝટકો મારે તો નવાઇ નહીં ?

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ અમરેલી જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં કોંંગ્રેસે કબજો જમાવ્યા બાદ

ભાજપની ગુજરાત સરકાર દ્વારા જીલ્લા પંચાયતનો અને તાલુકા પંચાયતોમાં સરખો વહીવટ ન ચાલે તે તે માટે જીલ્લા પ્રમુખો અને તાલુકા પ્રમુખો  અને પાલીકાના પ્રમુખની સત્તાઓમાં કાપ મુકીને તેમજ રાજયના ઉચ્ચ અધિકારીને કડક સુચનાઓ આપીને જીલ્લા પંચાયતોમાં પટ્ટાવાળાની બદલી પણ ન થઇ શકે તેવી રમતો શરુ કરવામાં આવેલ હોવા છતાં જીલ્લા પ્રમુખો અને તાલુકા પ્રમુખો દ્વારા મકકપણે કામગીરી શરુ રાખેલ છે. તેમ છતાં કેટલીક ખામીઓ રહી જવાને કારણે સભ્યોમાં બળવાઓ થઇરહ્યા હોવાનું જાણવા મળી રહેલ છે. તેમજ ભાજપના સત્તાધીશો દ્વારા યેનકેન પ્રકારે શામ, દામ દંડ ભેદની નીતીઓ અપનાવીને સત્તાના જોરો સભ્યો ખેડવવાનું શરુ કરીને પ્રજામતની વિરુઘ્ધમા સત્તામદથી પાલિકાઓમા સત્તા કબજો કરવામાં સફળતા સાંપડેલ છે. જેની સામે ખુદ વિરોધ  પક્ષના નેતાના જીલ્લામાઁ આવી રીતે કોંગ્રેસનો રકાસ થાય તે અન્યમાં કેવી રીતે લોકસભા સર થઇ શકશે તેવો સવાલ ઉભો થયેલ છે શું ? આ બાબતે યોગ્ય પગલા નેતાગીરી ભરશે? વિધાનસભા ચુંટણીમાં અમરેલી જીલ્લો ભાજપ મુકત બન્યા બાદ જાણે ભાજપ નેતાગીરી દ્વારા જીલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં સત્તા કબજે કરવા એડીચોટીનું જોર લડાયેલ છે જેની સામે કોંગ્રેસમાં જીલ્લામાં એકતાનો અભાવ હોય તેવું ચિત ઉપસી રહ્યું છે અને જાણે મોટા નેતાઓ જ બળવો કરનાઓને ઉગતા ડામી નહી શકતા.

શું ? મોટા નેતાઓ પગલા ભરશે કે પછી વડી રફતારથી ચાલ્વી કરશે તો લોકસભા કોંગ્રેસને જીતવી હોય તો કડક હાથે કામ લીધે જ છુટકે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.