Abtak Media Google News

પ્રદેશ નિરીક્ષક તરીકે નરહરી અમીન, બાબુભાઈ જેબલીયા અને જયાબેન ઠકકર ઉપસ્થિત રહેશે: જસદણ, વાંકાનેર અને રાજકોટ ગ્રામ્ય બેઠક માટે સવારે જયારે રાજકોટ પૂર્વ, પશ્ર્ચિમ અને દક્ષિણ બેઠકના અપેક્ષિતોને બપોર બાદ સાંભળશે નિરીક્ષકો

લોકસભાની ચુંટણીની તારીખ જાહેર થતાની સાથે જ સતાધારી પક્ષ ભાજપે ચુંટણીલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે. રાજયની ૨૬ બેઠકો માટે ઉમેદવાર નકકી કરવા આગામી ૧૪ થી ૧૬ માર્ચ દરમિયાન ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા અલગ-અલગ લોકસભા બેઠક વિસ્તારમાં જઈ સંભવિતોની સેન્સ લેવામાં આવશે. દરમિયાન રાજકોટ બેઠક માટે ઉમેદવાર પસંદ કરવા આગામી ગુરુવારના રોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રદેશ નિરીક્ષક તરીકે નરહરી અમીન, બાબુભાઈ જેબલીયા અને જયાબેન ઠકકર ઉપસ્થિત રહેશે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી અને કિશોરભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, લોકસભાની ચુંટણી માટે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર નકકી કરવા આગામી ગુરુવારના રોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવામાં આવશે જેમાં પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠક માટે નિયુકત કરાયેલા નિરીક્ષક તરીકે નરહરી અમીન, બાબુભાઈ જેબલીયા અને જયાબેન ઠકકર ઉપસ્થિત રહેશે.

સવારે ૯:૩૦ કલાકથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં સૌપ્રથમ જસદણ વિધાનસભા બેઠક ત્યારબાદ ૧૦:૩૦ કલાકે વિધાનસભા બેઠક, ૧૧:૩૦ કલાકે વાંકાનેર વિધાનસભા બેઠક, ૧૨:૩૦ કલાકે રાજકોટ ગ્રામ્ય જયારે બપોર બાદ ૪:૩૦ કલાકે રાજકોટ પૂર્વ, ૫:૩૦ કલાકે રાજકોટ પશ્ચિ અને ૬:૩૦ કલાકે રાજકોટ દક્ષિણ વિધાનસભાના કાર્યકર્તાઓ તથા અપેક્ષિતોની સેન્સ લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજયની તમામ ૨૬ લોકસભા બેઠક માટે ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા આગામી ૧૪ થી ૧૬ માર્ચ દરમિયાન લોકસભામાં જઈ ઉમેદવાર અંગે કાર્યકર્તાઓનો અભિપ્રાય અને સુચનો લેવામાં આવશે. ત્યારબાદ આ અહેવાલ ચુંટણી સમિતિ સમક્ષ રજુ કરી દેવામાં આવશે. ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં નિરીક્ષકોના અહેવાલ અંગે ચર્ચા-વિચારણા કર્યા બાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પ્રદેશ દ્વારા અહેવાલ રજુ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.