Abtak Media Google News

યુવતીની સગાઇ થતા પાડોશી ધરાર પ્રેમીના ત્રાસથી આપઘાત કર્યાની સ્યુસાઇડ નોટ મળી

મામલતદારની હાજરીમાં વીડિયો શઉટીંગ કરી જેસીબીની મદદથી પંદર દિવસ પહેલાં દફન લાશ બહાર કાઢી

અબતક,રાજકોટ

Advertisement

સાયલા તાલુકાના સુદામણા ગામની વતની અને ગઢડા તાલુકાના બાબરપરા ગામે સ્થાયી થયેલી યુવતીએ ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા પરિવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ લાશને દફનાવી દીધી હતી. ઘટનાના પંદર દિવસ બાદ મૃતકે સ્યુસાઇડ નોટ મળી આવતા સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાયો હતો. પંદર દિવસ પહેલાં દફનાવેલી લાશને પોલીસે મામલતદારની હાજરીમાં જેસીબીની મદદથી મૃતદેહ બહાર કઢાવી રાજકોટ મેડિકલ કોલેજના ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. અને મૃતકના પાડોશમાં રહેતા ધરાર પ્રેમી સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઢડા તાલુકાના બાબરપરા રહેતી સોનલ ઉર્ફે પ્રિમલ મોહનભાઇ સોલંકી નામની 20 વર્ષની યુવતીએ પંદર દિવસ પહેલાં પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા મૃતકના પરિવારે પોલીસને જાણ કર્યા વિના સોનલ ઉર્ફે પ્રિમલનો મૃતદેહ સાયલા તાલુકાના સુદામણા ગામે લાવી દફનાવી દીધો હતો.

દરમિયાન મૃતક સોનલ ઉર્ફે પ્રિમલ સોલંકીએ આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં બાબરપરા ગામે પોતાના પાડોશમાં રહેતા મનિષ નટુભાઇ મકવાણા પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો પરંતુ પોતાની સગાઇ ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના સંજય બથવાર સાથે થઇ હોવાથી ગળાફાંસો ખાઇ આપગાત કર્યાનું લખ્યું હતું. પંદર દિવસ પહેલાં સોનલ ઉર્ફે પ્રિતમ સોલંકીના પિતા મોહનભાઇ પોતાની પત્ની સાથે સંબંધીને ત્યાં લૌકિકે ગયા હતા ત્યારે સોનલ ઉર્ફે પ્રિમલ પાડોશી મનિષને ત્યાં ઝઘડો કર્યો હતો ત્યાર બાદ તેણીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

ગઢડા પોલીસે સોનલ ઉર્ફે પ્રિમલ સોલંકીનો સુદામણા ગામે દફનાવેલો મૃતદેહ જેસીબીની મદદથી મામલતદારની હાજરીમાં બહાર કાઢી સમગ્ર ઘટનાનું વીડિયો શુટીંગ કર્યા બાદ મૃતદેહનું રાજકોટ મેડિકલ કોલેજના ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવી ધરાર પ્રેમી મનિષ સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.