Abtak Media Google News

નીલ-વૃત્તિકાના વોટર સેવીંગ પ્રોજેકટની દુનીયાભરમાં સરાહના

સૌરાષ્ટ્રના  પાટનગર રાજકોટની છાપ ઉદ્યોગનગરી, શિક્ષણ વેપારધામની સાથે સાથે પર્યાવરણ પ્રેમ  માટે પણ જાણીતું બન્યું છે. રાજકોટના ભાઈ બહેનની જળ સંચય પ્રવૃત્તિની દુનીયામાં સરાહના થઈ છે.

નીલ વ્રીતીકા છેલ્લા 4 થી 5 વર્ષ થી પાણી પર સંશોધનો અને પ્રોજેક્ટ બનાવે છે . ગ્રાઉન્ડ લેવલ પર વર્ક કરે છે. તેની માન્યતા મુજબ સામાન્યત: આપણા દેશ માં અને રાજ્ય માં માણસો માને છે કે પાણી જમીનમાંથી આવે છે. પણ તે સંપૂર્ણ સાચુ નથી પાણી વરસાદ રૂપે આવે છે તેનો જમીન માં સંચય થાય છે . અને પછી તેનો ઉપયોગ બોરવેલ , કુવા , ચેકડેમ  તળાવ વગેરેમાંથી કરાય છે .

ભારતમાં જે વરસાદ પડે છે . તેમાંથી 60 થી 70 % રેઇન વોટર વેસ્ટેજ થઇ સમુદ્ર માં , રણ માં અને ગટરો માં વહી જાય છે મારો અને મારી સિસ્ટર વ્રીતીકા નો સંકલ્પ છે કે આ 60થી 70 % રેન વોટર વેસ્ટેજ જાય છે . તેને સંચય કરાવીએ આ માટે તેઓ ઘણા સમય થી સ્કૂલો , સભાઓ , જાહેર પ્રોગ્રામ્સ વગેરે માં જઈ લોકો ને રેઈન વોટર હાર્વેસ્ટિંગ વિશે સમજાવે છે. નીલ વ્રીતીકા ના એક સર્વેક્ષણ મુજબ જો કોઈ મકાન 120 વાર માં છે તેમાં રફલી રેઈનવોટર હાર્વેસ્ટિંગ થાય તો 1 ઇંચ વરસાદ 4000 થી 5000 લિટર પાણી જમીન માં ઉતરે.

ફેક્ટરીના મોટા મોટા છાપરા પરથી પાણી નો સંગ્રહ (મેટોડા માં અદિતિ ટોય્ઝ, બાલાજી etc.) -અનેરી વજાણી અનુપમાં ફેમ (મુકૂ), ખતરો કે ખેલાડી, બાગીન (upcoing) સિરિયલ વગેરે થી ધર ઘર માં જાણીતા બનેલ છે . તેમણે ’ save water save life ’ પર કામ કરતા નીલ વ્રીતીકા ને પ્રોત્સાહિત કર્યા છે . તેમના બીઝી સેડયુઅલ માંથી સમય કાઢી ને પણ ગ્લોબલ વોર્મિંગ માટે તેઓ વિચારે છે .આફ્રિકાના ઘણા દેશોમાં ભૂગર્ભો માં જળ હોવા છતાં મિસ મેનેજમેન્ટ હિસાબે પાણી ની અછત છે.

આને અનુલક્ષી ને તારીખ 19/03/2023 ના રોજ ’ રઘુવંશી ફ્રેડ્સ લેડીસ ક્લબ ’ આયોજિત એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ . વર્ડ વોટર ડે ની ઉજવણીના આ કાર્યક્રમ માં છેલ્લા ધણા વર્ષો થી પાણી બચાવો અભિયાન ચલાવતા બાળ વૈજ્ઞાનિકો નીલ અને વ્રીતીકાનું સન્માન અને સ્પીય રાખવામાં આવ્યું . કાર્યક્રમ માં મહેક બ્યુટીપાર્લર પર્ફોમન્સ ગોઠવવા માં આવ્યું . સ્વસ્તિક મમરા અને ચીકી અને અક્ષરમ સીંગતેલનો પણ ખુબજ સપોર્ટ મળ્યો.

’ પાણી બયાવો ’ પર અનેક વિચારો રજુ કરવામાં આવ્યા . કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી મેયર  દર્શિતા બેન શાહ અને રમેશભાઈ ટીલાળા ની હાજરી સૂચક રહી . એને પણ ખુબ સહકાર દાખવ્યો . સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન રધુવંશી ફ્રેંડ્સ ક્લબ પ્રસિડેન્ટ જાગૃતિ બેન દ્વારા કરવામાં આવ્યુ .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.