Abtak Media Google News

ભાજપના ૩૫ નગરસેવકોએ બજેટની તરફેણમાં મતદાન કર્યું તો કોંગ્રેસે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો: કોર્પોરેટરો ગેરહાજર

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં રૂ.૨૧૨૬.૧૦ કરોડના બજેટને બહુમતીથી મંજુરીની મહોર મારવામાં આવી હતી. કરબોજ વિહોણા અને વિકાસલક્ષી બજેટને ભાજપના નગરસેવકોએ વખાણ્યું હતું. જયારે બજેટ વાસ્તવિકતાથી જોજનો દુર હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષ કોંગ્રેસે બજેટને વખોડયું હતું. ભાજપના ૩૫ નગરસેવકોએ બજેટની તરફેણમાં મતદાન કર્યું તો કોંગ્રેસે મતદાન પ્રક્રિયામાં ભાગ ન લીધો ૮ કોર્પોરેટરો ગેરહાજર રહયા હતા.

બિમાર હોવા છતાં અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવા છતાં આજે હોસ્પિટલમાંથી બે કલાકની રજા લઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જનરલ બોર્ડ સમક્ષ વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું બજેટ મંજુરી અર્થે રજુ કર્યું હતું. સૌપ્રથમ તેઓએ પુલવામા શહિદ થયેલા સીઆરપીએફના ૪૦ જવાનોને સાઈરાના અંદાજમાં શ્રદ્ધાંજલી અર્પણ કરતા કહ્યું હતું કે, ચડ ગયે જો હસ કર સુલી ખાઈ જીન્હોને સિને પર ગોળી, હમ ઉન કો પ્રણામ કરતે હે.જો મીટ ગયે દેશ પર હમ ઉનકો સલામ કરતે હે. તેઓએ ઉમેર્યું હતું કે, શહેરમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, સર્વધર્મ સમભાવ, લોકતંત્ર પરત્વે, અતુટ વિશ્વાસ બની રહે તેવી મુલ્ય આધારીત રાજનીતિનું સંવર્ધન થાય તેવો બજેટ આપવાનો પ્રયાસ કર્યો છે.Dsc 6847

બહુજન હિતાય અને બહુજન સુખાયના ઉમદા આશ્રય સાથે બજેટમાં ફકત મનુષ્ય જ નહીં પરંતુ કીડીને કણ અને હાથીને મણની ઉકિત સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે. અસાઘ્ય રોગથી પીડિતા દર્દીઓની સારવાર માટે ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે. ચબુતરાના ડેવલોપમેન્ટ માટે જોગવાઈ કરાઈ છે અને પક્ષીના કુંડા માટે જોગવાઈ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે રજુ કરેલા ૨૦૫૭.૪૨ કરોડના બજેટમાં રાજકોટવાસીઓ પર ૪૧ કરોડનો કરબોજ પ્રસ્તાવ હતો જે સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરી નવી યોજનાનો ઉમેરો કરી રૂ.૨૧૨૬.૧૦ કરોડનું બજેટ મંજુર કર્યું છે જેમાં શહેરના વિકાસને વેગ મળે તેવી અનેક યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, બજેટમાં ઘરવિહોણાને ઘરનું ઘર મળી રહે તે માટે ૩૧૨૬ આવાસોનું નિર્માણ કરવામાં આવશે. મિલકત વેરામાં વધારાનો પ્રસ્તાવ રદ કરાયો છે. વોટર ટેકસ, ક્ન્ઝર્વન્સી ટેકસ, ડ્રેનેજ ટેકસ, વાહન કર રદ કરવામાં આવ્યો છે અનેક નવી યોજનાઓનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ૭ સ્થળે ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવા, અરવિંદભાઈ મણિયાર હોલનું નવિનીકરણ, શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીનું નવિનીકરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ગાંધી મ્યુઝીયમ અને જયુબીલી ગાર્ડનને જોડતો ફુટ ઓવરબ્રીજ, જયુબીલી ગાર્ડનનું નવિનીકરણ, ૩ નવી હાઈસ્કુલનો સમાવેશ કરવામાં આવ્યો છે.Dsc 6865

બજેટ સ્પીચ દરમિયાન અંતમાં સાયરાના અંદાજમાં ચેરમેને જણાવ્યું હતું કે, ‘યૈ સોચના ગલત હે કી તુમ પર નજર નહીં મસરુફ હમ બહોત હે મગર બેખબર નહીં’ વિપક્ષના નગરસેવકો જયાંથી ચુંટાઈ આવ્યા છે તે વિસ્તારોમાં પણ વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

જનરલ બોર્ડમાં રાબેતા મુજબ જ શાસકપક્ષ ભાજપના નગરસેવકોએ કરબોજ વિહોણા અને વિકાસલક્ષી બજેટને વખાણ્યું હતું. જયારે વિરોધ પક્ષ કોંગ્રેસના નગરસેવકોએ બજેટ વાસ્તવિકતાઓથી ઘણું દુર હોય તેવો આક્ષેપ લગાવી બજેટને બોર્ડમાં વગોવ્યું હતું. બોર્ડમાં રજુ કરવામાં આવેલી દરખાસ્ત જયારે મતદાન પર લેવામાં આવી ત્યારે કોંગી નગરસેવકો મતદાન પ્રક્રિયામાં ભાગ લીધા વિના જ સભાગૃહની બહાર નિકળી ગયા હતા.

ઉદય કાનગડ બિમાર છતાં હોસ્પિટલમાંથી બે કલાકની રજા લઈ બોર્ડમાં બજેટ રજુ કર્યુંDsc 6876

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ છેલ્લા ઘણા સમયથી બિમાર હોવાના કારણે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દરમિયાન આજે સ્ટેન્ડિંગ કમિટીએ રજુ કરેલું રૂ.૨૧૨૬ કરોડનું બજેટ મંજુરી અર્થે જનરલ બોર્ડમાં રજુ કરવાનું હોય બિમાર હોવા છતાં ઉદયભાઈએ હોસ્પિટલમાંથી બે કલાકની રજા લઈ બજેટ રજુ કરવા માટે સભાગૃહમાં ઉપસ્થિત રહ્યા હતા.

તેઓએ બોર્ડમાં સભા અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્યની પરવાનગી લઈ બજેટનું વાંચન પોતાની જગ્યાએ બેઠા-બેઠા જ કર્યું હતું. વાંચન દરમિયાન પણ તેઓને સતત અશકિતનો અહેસાસ થતો હતો. દરમિયાન બજેટનું વાંચન પૂર્ણ થયા બાદ તેઓએ જનરલ બોર્ડમાં ઉપસ્થિત સર્વે કોર્પોરેટર સભા અધ્યક્ષની પરવાનગી લઈ રજા લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેન્ડિંગ કમિટીમાં જયારે બજેટનો અભ્યાસ ચાલતો હતો ત્યારે પણ ચેરમેન ઉદયભાઈ કાનગડ બિમારી સબબ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા.

શહીદોને શ્રદ્ધાંજલી: ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોએ એક માસનું વેતન આપ્યું

પુલવામા થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહિદ થયા છે. આજે મહાપાલિકામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પુલાવામા શહિદ થયેલા જવાનોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. શહિદોના પરીવારજનોને આર્થિક રીતે સહાય આપવાના ઉમદા આશ્રય સાથે આજે ભાજપના ૪૦ કોર્પોરેટરો અને કોંગ્રેસના ૩૨ કોર્પોરેટર સહિત કુલ ૭૨ કોર્પોરેટરોએ ફેબ્રુઆરી માસનું તેઓનું કોર્પોરેટર તરીકેનું મળનારું માનદ વેતન શહિદ પરીવારોને અર્પણ કરી દીધું હતું. આતંકી હુમલાની જધન્ય ઘટનાને બોર્ડમાં વખોડી કાઢવામાં આવી હતી અને શહિદોના પરીવારજનો પ્રત્યે ઉમદા દુ:ખની લાગણી વ્યકત કરાઈ હતી.

કરબોજ વિહોણા વિકાસલક્ષી બજેટને ભાજપના નગરસેવકોએ વખાણ્યું

કોર્પોરેશનનું વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું રૂ.૨૧૨૬.૧૦ કરોડનું બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા મંજુરી અર્થે જનરલ બોર્ડ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. એક પણ રૂપિયાના કરબોજ વિહોણા અને સંપૂર્ણ વિકાસલક્ષી બજેટને મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી સહિતના ભાજપના નગરસેવકો અને પક્ષના હોદેદારોએ બજેટને આવકાર્યું હતું અને આ કરબોજ વિહોણુ બજેટ વિકાસલક્ષી હોવાનું જણાવી બજેટના વખાણ કર્યા હતા.

કોંગ્રેસના શાસનમાં જોડિયા, ઢાંક, બામણબોરમાં પવનચકકીના પ્રોજેક્ટસ મુકાયા હતા: ઉદયનો ચીંટીયો

જનરલ બોર્ડ સમક્ષ આખરી મંજુરી અર્થે બજેટ રજુ કરતી વેળાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આ એક અંદાજપત્ર છે જેમાં મુકેલા તમામ પ્રોજેકટો એક વર્ષમાં પૂર્ણ થાય તેવું કયારેય બનતું હોતું નથી. મહાપાલિકામાં વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૫ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું ત્યારે કોંગ્રેસના શાસનમાં વર્ષ ૨૦૦૪-૨૦૦૫ના બજેટમાં મહાપાલિકા વિસ્તારથી માઈલો દુર આવેલા ઢાંક, સુરજબારી, બામણબોર અને જોડિયા જેવા ગામમાં પવનચકકીના પ્રોજેકટ માટે ૩ કરોડન રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.

આટલું જ નહીં ૨૦૦૨-૨૦૦૩માં ઈશ્વિરીયા પીકનીક પાર્ક તરીકે વિકસાવવા પણ ૨ કરોડની ફાળવણી કરવામાં આવી હતી જે પ્રોજેકટો પરીપૂર્ણ થઈ શકયા ન હતા. ભાજપ માત્ર મહાપાલિકા હદમાં જ બજેટમાં નાણાની જોગવાઈ કરે છે ત્યારે કોંગ્રેસે મહાપાલિકા હદની બહારના વિસ્તારોમાં પણ બજેટમાં નાણાની ફાળવણી કરી હતી જોકે આ પ્રોજેકટો પૂર્ણ થઈ શકયા ન હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.