Abtak Media Google News

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

Advertisement

મોટા ભાગના નાનાં મોટા ઉદ્યોગોને રો મટીરીયલ પૂરું પાડતા કાસ્ટિંગ ઉદ્યોગોની પરિસ્થિતિ વિશે જણાવતાં ઓલટેક ટેક્નોકાસ્ટ પ્રા.લી. ના મેનેજીંગ ડિરેકટર સુરેશભાઈ સવસાણીએ કહ્યું હતું કે હાલ મોટા ભાગના ઉદ્યોગને રો મટીરીયલ પૂરું પાડતા ઉદ્યોગ સમાન કાસ્ટિંગ ઉદ્યોગ પણ રો મટીરીયલ માટે હાલાકી ભોગવી રહ્યું છે. એ ઉપરાંત શ્રમિકોની પણ ખૂબ મોટી ઘટ્ટ છે કેમકે અમારા ક્ષેત્રમાં કાર્યરત મોટા ભાગનો શ્રમિકવર્ગ પરપ્રાંતીય છે જેમણે વતન તરફ હિજરત કરી છે અને જેઓ હાલ અહીં હાજર છે તેઓ પણ વતન જવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે તો આગામી દિવસોમાં શ્રમિકોની ઘટ્ટ કાસ્ટિંગ ઉદ્યોગને ખૂબ નકારાત્મક અસર પહોંચાડશે. તેમણે કહ્યું હતું કે કર્મચારીઓ કોરોનાને કારણે ખૂબ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ગેઓ એકમ સુધી પહોંચવું કંઈ રીતે તે અંગે ઓન મુંજવણ અનુભવી રહ્યા છે, પરિવહનની સમસ્યા પણ મસમોટી છે તેવા સંજોગોમાં હું દરરોજ તમામ કર્મચારીવર્ગની રહેવા થી માંડી જમવા સુધીની તમામ વ્યવસ્થા ગોઠવી નિરીક્ષણ કરી રહ્યો છું. હું પોતે પણ છેલ્લા ઘણા સમયથી અહીં જ રહુ છું,  કર્મચારીઓ સાથે જ ફેકટરી ખાતે ભોજન લઉં છું જેથી કર્મચારીઓને કોઈ પણ જાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને યેનકેન પ્રકારે એકમને રાબેતા મુજબ શરૂ કરી શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે લોક ડાઉન દરમિયાન જ્યારે એકમની શરૂઆત કરી ત્યારે અમારી પાસે આશરે ૫ દિવસ ચાલે તેટલો એઓ મટીરીયલનો જથ્થો હતો પરંતુ એ જથ્થો પૂર્ણ થતા અમે આશરે ત્રણ દિવસ સુધી હાલાકી ભોગવી હતી પણ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મદદથી અમને રો.મટીરીયલ મળી રહ્યો છે પણ હજુ અમારા વેન્ડર કે છૂટક વિક્રેતાઓ બંધ હાલતમાં છે જેથી અમારી સંપૂર્ણ ચેઇન શરૂ થઈ શકી નથી.તેમણે કહ્યું હતું કે આર્થિક સમસ્યા પણ ખૂબ મોટી છે કેમકે આવક કોઈ જ પ્રકારની નથી અને જાવક ખૂબ મોટી માત્રામાં છે જેના કારણે નાણાકીય ખોટ ખૂબ મોટી વર્તાઈ રહી છે જે મામલે રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન દ્વારા રજુઆત કરાઈ છે કે આર્થિક રાહત આપવામાં આવે. બેંક દ્વારા કહેવાયું છે કે ત્રણ મહિના સુધી ઈન્સ્ટોલમેન્ટ નહીં ભરવામાં આવે તો ચાલશે પણ ત્રણ મહિના બાદ વ્યાજ સાથે રકમ ભરવાની થશે તો આર્થીક રાહત મળવી ખૂબ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.