Abtak Media Google News

ભાવનગરમાં મોડી રાત્રે નોંધાયેલા નવા સાત કેસ તથા ગાંધીનગર જિલ્લામાં 14 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 7424 થઇ ગઇ છે.  જ્યારે મૃત્યુઆંક 449એ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1872 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

નવસારી જિલ્લામાંથી આવેલા 8 લોકોને રાજકોટ જિલ્લાના પારડીમાં હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ઉદ્યોગો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં ઘણા ઉદ્યોગો એવા છે જે ગુજરાત ગેસનો ઉપયોગ ઉદ્યોગો માટે કરે છે. મોરબીમાં સિરામિક ઉદ્યોગ અને સાઉથ ગુજરાતના નાન ઉદ્યોગો, ઔધ્યોગિક ગ્રાહકો માટે ચાર મહત્વના નિર્ણય લીધા છે.

ગુજરાત ગેસના ગેસ વાપરતા હોય માર્ચના બીજા પખવાડિયામાં જે કોઇપણ બીલડ્યૂ થતા હતા એ તમામ બીલોની ડ્યૂ ડેટ 10મી મે કરવામાં આવી છે. 10 મેના દિવસે ગેસના ચાર્જ ડ્યૂ થાય તેને ભરવા માટે 23 જૂન સુધી 15 દિવસના ચાર હપ્તા કરી આપવામા આવ્યા છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એપ્રિલ મે અને જૂન ત્રણ મહિના માટે એમજીઓમાંથી ઉદ્યોગોને મુક્તિ આપવામાં આવી છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે વિગતો આપતા જણાવ્યુ કે…

રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ પોતાના ઉદ્યોગ એકમોમાં કરે છે તેમને 4 જેટલી રાહતો આપી છે.
* મુખ્યમંત્રીએ રાજ્યમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લી. નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ 2020 ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ 10 મે સુધી વધારી આપવા નો નિણર્ય કર્યો છે
* તારીખ 10 મે ના ડ્યુ થતી રકમ હવે 23 જૂન સુધી ભરી શકાશે અને આ માટે 15 15 દિવસ ના ચાર હપ્તા આપવામાં આવશે.
* વિજયભાઈ રૂપાણીએ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય આવા ઉદ્યોગકારો માટે લઈને એવું પણ જાહેર કર્યું છે કે ઉદ્યોગકારોને દર મહિને બિલમાં ભરવાનો થતો ફિક્સ ચાર્જ મીનીમમ ઓફ ટેક પ્રાઇસ માંથી પણ 3 મહિના એટલેકે એપ્રિલ મે અને જૂન માસ માટે મુક્તિ આપવામાં આવી છે.
* તેમણે એવી મહત્વની રાહત પણ આ ઉદ્યોગોને આપી છે કે ગુજરાત ગેસ કંપની લિમિટેડ ના બિલ ની વિલંબિત ચુકવણી એટલેકે મોડા ભરવા માં આવે તો જે 18 ટકા વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું તે હવે 10 ટકા જ વસૂલ કરાશે
મુખ્યમંત્રીએ રાજ્યના મોરબી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત ના નાના ઉદ્યોગો જે ગુજરાત ગેસ કંપની લિમિટેડનો ગેસ વપરાશ કરે છે તેમને હાલ ની લોક ડાઉન ની સ્થિતિમાં આર્થિક રાહત આપતા આ નિર્ણયો કર્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.