Abtak Media Google News

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

03 1

માર્ક બેરીંગ્સ પ્રા.લી.ના રાકેશભાઈ પટેલે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન પહેલા ગત વર્ષ ઉદ્યોગ મંદ જ હતો. આ વર્ષનાં પ્રારંભે ઉદ્યોગમાં તેજી આવી હતી જયાં લોકડાઉન આવતા પરિસ્થિતિ ગંભીર બની જવા પામી છે. ગત વર્ષ નબળુ ગયા બાદ આ વર્ષનો પ્રારંભ નબળું જાય તેવું લાગી રહ્યું છે. અમારા ઉદ્યોગને પાટે ચડતા છ માસ જેવો સમય સામાન્ય લાગશે. સરકારે પોતાના વતનમાં હિજરત કરી જતા શ્રમિકોને રોકવા માટે તથા જે જતા રહ્યા છે તેને પરત લાવવા માટે આયોજન કરવું જોઈએ ઈન્કમટેક્ષ, જીએસટીમાં રાહત આપવી જોઈએ છેલ્લા બે ત્રણ મહિનાથી સેલ ઓછુ થઈ ગયું હોય રો-મટીરીયલનો હાલ સ્ટોક પડયો છે. જયાં સુધી તમામ ટ્રાન્સપોર્ટ શરૂ  થાય જયાં સુધી અમારા માટે મોટી મુશ્કેલી છે.

  • સંપૂર્ણ ટ્રાન્સપોર્ટેશન ચાલુ ન થાય ત્યાં સુધી અમારા ઉદ્યોગને ભારે મુશ્કેલી : મનસુખભાઈ માંકડીયા

05 1

માર્ક બેરીંગ્સ પ્રા.લી.ના ડીરેકટર મનસુખભાઈ માંકડીયાએ અબતક સાથે મુલાકાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન પહેલા સારી સ્થિતિમાં ફેકટરી ચાલુ હતી. લોકડાઉનમાં સદંતર બંધ રહયા બાદ ફેકટરી ચાલુ થઈ છે. પરંતુ અતિ કઠીન સ્થિતિ છે. ઓર્ડર છે. પણ રો મટીરીયલનો અભાવ છે. ટ્રાન્સપોર્ટેશન કુરીયર, લેબર વગેરે પ્રશ્ર્નો હાલમાં ઉભા છે. ફાયનાન્સ, એચઆર, સેલ્સ વગેરે દરેક ઉદ્યોગો માટે આગામી દિવસોમાં પ્રશ્ર્નો ઉભા થશે. બેંકોએ ઓછામાં ઓછા છ મહિના સુધી વ્યાજમાફી આપવી જોઈએ ઈન્કમટેક્ષમાં રાહત ઉપરાંત જીએસટીનું રીફંડ ઝડપથી મળવું જોઈએ વર્કીંગ કેપીટલ માટે નિયમોમાં છૂટછાટ કરવી જોઈએ.

એકસપોર્ટ અને લોકલ સેલ્સ માટે પ્રોત્સાહન આપવું જોઈએ એક પણ દેશોમાં ઈમ્પોર્ટ ચાલુ નહોય અમારે એકસપોર્ટ સાવ બંધ થઈ જવા પામ્યુ છે. રો-મટીરીયલ ઓછો મળે છે. ટ્રાન્સપોર્ટ ફૂલફલેગમાં શરૂ  ન થાય ત્યાં સુધી ભારે મુશ્કેલી પડી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.