Abtak Media Google News

કુતિયાણા પંથકના જુણેજા ગામે ગઈ કાલે હત્યાનો બનાવ સામે આવ્યો હતો.જેમાં કુટુંબી ભત્રીજા પોપટ મોઢાએ અને તેના કાકા જેશાભાઇ કરશનભાઈ મોઢા સાથે જમવા બાબતે બોલાચાલી થતાં તેને કાકાને ઢોર માર મારતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

આ ઘટના અંગે મૃતકના પુત્ર રણજીતે પીએસઆઇએ મકવાણા સમક્ષ જણાવ્યું હતું કે, પિતા જેશાભાઇના કૌટુંબિક ભત્રીજા પોપટભાઇ મોઢા એકલા રહે છે. આથી તેના પિતા જેશાભાઇ દરરોજ સવારે તેને ચા અને નાસ્તો સહિતની વસ્તુઓ આપવા તેના ઘરે જાય છે. રવિવારે પણ સવારે ગયા હતા અને પોતે વાડીએ ગયો હતો.

ત્યારબાદ તેને મોબાઇલ ફોન મારફત જાણ કરાઇ હતી કે, પોપટભાઇના ઘરે કોઇ ઝઘડો થયો છે માટે તે તુરંત ત્યાં દોડી ગયો હતો અને જઈને જોયું તો તેના પિતા ઇજાગ્રસ્ત લોહીલુહાણ હાલતમાં ત્યાં પડ્યા હતા અને પોપટભાઇના હાથમાં લોખંડની પટ્ટી હતી. આથી તે ગભરાઇ ગયો હતો અને તુરંત આજુબાજુમાં બીજા લોકોને જાણ કરી જેશાભાઇને પ્રથમ સારવાર માટે માણાવદર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ લઇ જવાતા જૂનાગઢ સરકારી હોસ્પિટલે પહોંચતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.જેથી ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.