Abtak Media Google News

સૌરાષ્ટ્રભરના દર્દીઓના કેન્દ્ર સ્થાન પર રહેલી સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ મુદ્દા પર જાણે લાઈમલાઈટમાં રહેતી રહે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં એક મહિલા દર્દીને શિફ્ટ કર્યા બાદ તેમની સગીરવયની પુત્રીને ચા પીવા લઈ જનાર પિયુનને પરિવારજનોએ લમધાર્યો હોવાની ઘટના સામે આવી છે.

મહિલા દર્દીને વોર્ડમાં ટ્રાન્સફર કર્યા બાદ દર્દીની સગીરવયની પુત્રીને બહાર લઈ જતા યુવાનને માર માર્યો

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૂખડિયાપરા વિસ્તારમાં રહેતો અને સિવિલ હોસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો અજય લખમણ વાઘેલા નામના 35 વર્ષના યુવાનને હોસ્પિટલના પ્રાગણમાં જ અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ અજય વાઘેલા એક મહિલા દર્દીને સ્ટેચર પર બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરી તેમની 13 વર્ષીય સગીરવયની પુત્રીને ચા પીવા બહાર લઈ ગયો હતો. જ્યાં મહિલા દર્દીના પરિવારજનો જોઈ જતા અજય વાઘેલાને ઢોર માર મારી પોલીસ હવાલે કરી દીધાનુ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.