Abtak Media Google News

એમ્બેસી ઓફ ધી રિપબ્લીક ઓફ સાઉથ કોરીયાના કિમ મુન યંગ રાજકોટ ચેમ્બરની મુલાકાતે

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર ઉઘોગના વિકાસને ઘ્યાને લઇ તેઓના પ્રશ્ર્નો અને સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. વિદેશ વેપારીમાં નિકાસ કરવામાં શહેર ઘણું મોખરે છે. અને રાજકોટ આજે ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું છે. ત્યારે નિકાસકારોને પોતાના વેપારમાં વધુ વેગ મળે તેવા અવિરત પ્રયાસરુપી એમ્બેસી ઓફ ધી રિપબ્લીક ઓફ સાઉથ કોરીયાના ડાયરેકટર જનરલ કિમ મુન યંગએ રાજકોટ ચેમ્બર અને શહેરની વિવિધ સેકટરની ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધેલ. આ મુલાકાત દરમ્યાન રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા અને મંત્રી નૌતમભાઇ બારસીયા ઉપસ્તિથ  રહી શહેરની વિવિક સેકટરની ઇન્ડસ્ટ્રીઝ અંગે વિગતવાર જાણકારી આપેલ.

એમ્બેસી ઓફ ધિ સાઉજ કોરીયા દ્વારા શહેરની ઇન્ડસ્ટ્રી સાઉથ કોરીયન કંપની વચ્ચે વેપાર વૃઘ્ધિમાં વધારો થાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે. અને તે માટે અમદાવાદ ખાતે આ એમ્બેસે ઓફીસનો પ્રારંભ કરવામાં આવેલ છે.

શહેરના અલગ અલગ સેકટરમાં ઇન્ડીસ્ટ્રીયલ વીઝીટની વ્યવસ્થા પણ રાજકોટ ચેમ્બર દ્વારા કરવામાં આવેલ. સાઉથ કોરીયા દેશમાં વેપાર કરવા માટે તેમજ એક્ષપોર્ટ- ઇમ્પોર્ટ માટેની કંઇપણ જરુરી માહીતી અથવા માર્ગદર્શનની જરુર પડે તો રાજકોટ ચેમ્બરની ઓફીસનો સં૫ર્ક કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ડ્રીની યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.